Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

વડોદરાના એનઆરઆઈ યુવક સાથે લગ્નનું તરકટ રચી મુંબઈની મોડેલિંગ યુવતીના રિમાન્ડ પુરા થતા જ્યું.કસ્ટડીમાં મોકલવામાં આવી

વડોદરા: શહેરના એનઆરઆઇ યુવક સાથે લગ્નનું છળ કરનાર મુંબઇની મોડેલિંગ ક્ષેત્રે જોડાયેલી યુવતીના રિમાન્ડ પુરા થતાં તેને જ્યુ.કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.

નિઝામપુરાના મિતેષ વાઘેલા નામના એનઆરઆઇ યુવક સાથે ઘડિયાં લગ્ન કરનાર મુંબઇની યુવતીએ  પોતાનું નામ બદલ્યું હતું અને પોતે ડિવોર્સી હોવાનું કહ્યું હતું.

યુવતી ધનતેરસના દિવસે લગ્ન કર્યા ત્યારે એકલી મુંબઇથી આવી હતી અને પાંચ દિવસ રોકાઇ પરત ચાલી ગઇ હતી.ત્યારબાદ અમેરિકા ગયા પછી યુવકને હકિકતની જાણ થઇ હતી.યુવતીએ યુવક સામે અમેરિકામાં પણ ત્રાસની ફરિયાદ કરી હતી તેમજ મુંબઇમાં રેપની ફરિયાદ કરી હતી.

(6:06 pm IST)