Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

તાપી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયા

બારડોલી:તાપી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે રોજ બરોજ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે.આજે જિલ્લામાં 16 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાં વ્યારા શિવમ એપાર્ટમેંટમાં 56 વર્ષીય આધેડ, વડકુઇ ડુંગરી ફળિયામાં 36 વર્ષીય યુવાન, ઊંચામાળા KAPS ટાઉનશીપમાં 41 વર્ષીય યુવાન, વ્યારા કુંભારવાડમાં 27 વર્ષીય મહિલા, દેવજીપૂરા ગામે વૃંદાવન સોસાયટી 40 વર્ષીય યુવાન, પાથરડા કોલોની-ઉકાઇમાં 65 વર્ષીય વૃદ્ધ, બજાર ફળિયું મોટા બંધારપાડામાં 50 વર્ષીય મહિલા, નિશાળ ફળિયું-ધજામ્બામાં 34 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું-ધજામ્બામાં 28 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું-ધજામ્બામાં 28 વર્ષીય યુવાન, નિશાળ ફળિયું-ધજામ્બામાં 35 વર્ષીય યુવાન, નિશાળ ફળિયું-ધજામ્બામાં 45 વર્ષીય યુવાન, પારેખ ફળિયું- સોનગઢમાં 43 વર્ષીય યુવાન, ખાબદામાં 26 વર્ષીય મહિલા અને 36 વર્ષીય મહિલા, ઉચ્છલમાં 37 વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયા છે

(5:59 pm IST)