Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો : નવા રેકોર્ડબ્રેક નવા 1325 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 16 લોકોના મોત કુલ કેસનો આંક એક લાખને પાર પહોંચ્યો : વધુ 1126 દર્દીઓ સાજા થતા કુલ 81,180 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

સુરતમાં સૌથી વધુ 272 કેસ,અમદાવાદમાં 166 કેસ, વડોદરામાં 123 કેસ, જામનગરમાં 115 કેસ, રાજકોટમાં 135 કેસ,પંચમહાલમાં 32 કેસ, બનાસકાંઠામાં 30 કેસ, ભાવનગરમાં 31 કેસ, અમરેલીમાં 29 કેસ ભરૂચ અને પાટણમાં 26-26 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે રેકોર્ડબ્રેક નવા 1325 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 16 લોકોના મોત  થયા છે મૃત્યુઆંક 3064 થયો છે રાજ્યમાં કોરોનાના કુલ  કેસનો આંકડો એક લાખને પાર પહોંચ્યો છે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1,00,375 થઇ છે  આજે વધુ 1126 દર્દીઓ સાજા થતા કુલ  81,180 લોકોએ કોરોના સામે જંગ જીત્યો  છે

 રાજ્યમાં આજે નોંધાયેલ 1325 પોઝિટિવ કેસમાંસુરતમાં સૌથી વધુ 272 કેસ,અમદાવાદમાં 166 કેસ, વડોદરામાં 123 કેસ, જામનગરમાં 115કેસ, રાજકોટમાં 135 કેસ,પંચમહાલમાં 32 કેસ, બનાસકાંઠામાં 30 કેસ, ભાવનગરમાં 31 કેસ, અમરેલીમાં 29 કેસ ભરૂચ અને પાટણમાં 26-26 કેસ નોંધાયા છે

 રાજ્યમાં કુલ 16131 એક્ટિવ કેસ છે જેમાં  16042 લોકો સ્ટેબલ છે જયારે 89 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

(7:17 pm IST)