Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમદાવાદમાં સ્વસ્થ થયા બાદ કોરોના ફરી થઇ શકે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સર્વે : સર્વેમાં ૪૦% લોકોમાં એન્ટી બોડી લુપ્ત થઈ ગઇ છે જેનો અર્થ એ કે કોરોના સામેની પ્રતિરોધકતાનો અભાવ દેખાયો

અમદાવાદ,તા. : અમદાવાદવાસીઓ માટે નિરાશાજનક સમાચાચર સામે આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા કરાયેલા સર્વેમાં એન્ટિબોડી જોવા નથી મળી. એએમસીએ હર્ડ ઈમ્યુનિટી પર બીજો એક સર્વે કર્યો છે. સર્વે ૧૦ હજાર લોકો પર કરવામાં આવ્યો હતો. સર્વેમાં પુરવાર થયું છે કે, માત્ર ભ્રમ છે કે, કોરોના પોઝિટીવ થયાં પછી એન્ટી બોડીને કારણે બીજી વાર કોરોના ના થાય. સર્વેમાં સામે આવ્યું છે કે, ૪૦% લોકોમાં એન્ટી બોડી લુપ્ત થઈ ગઇ છે જેનો અર્થ કે કોરોના સામેની પ્રકિરોધકતાનો અભાવ છે. એટલે લોકોને પણ ભવિષ્યમાં કોરોના થઈ શકે છે. આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસાર ૭૦થી ૮૦ ટકા લોકો કોરોના સંક્રમિત થાય તો હર્ડ ઈમ્યુનિટી વિકસી શકે છે. સર્વેનાં તારણમાં જણાવવામાં આવ્યું છે કે, લોકોમાં હર્ડ-ઈમ્યુનિટી જેવું કંઇ જણાયેલ નથી. લોકો હજુ પણ નવા સંક્રમણનો ખતરો ધરાવે છે.

                જેથી આપણે કોરોનાની રસી આવે ત્યાં સુધી માસ્કનો ઉપયોગ કરવો જોઇએ અને સામાજીક અંતર જાળવવું જોઇએ. કોરોના સંક્રમણથી બચવા માટેના પગલા આપણા અને આપણા પરિવાર માટે ઘણાં જરૂરી છે. અન્ય એક તારણમાં જણાવાયુ છે કે, પહેલા કોરોનાથી સંક્રમિત થયેલા લોકો પૈકી આશરે ૪૦ ટકા લોકોમાં પ્રતિરોધકતાનો અભાવ જણાયેલ છે. આનો અર્થ છે કે, તેઓ સૈદ્ધાંતિક રીતે હજુ નવા સંક્રમણનો ખતરો ધરાવે છે. અમદાવાદનાં ઝોન દીઠ સેરો પોઝિટિવિટી અલગ અલગ ૧૧.૭૪ ટકાથી ૩૩.૧૪ ટકાની વચ્ચે રહે છે. સૌથી વધુ ૩૩.૧૪ ટકા, મધ્ય ઝોનમાં ૩૧.૬૪ ટકા, પૂર્વ ઝોનમાં ૨૩.૯૬ ટકા, દક્ષિણ ઝોનમાં ૨૩.૯૧ ટકા પશ્ચિમ ઝોનમાં ૧૮.૯૩ ટકા, . પશ્ચિમ ઝોનમાં ૧૧.૭૪ ટકા સેરો પોઝિટિવિટી નોંધાયેલ છે.

(7:50 pm IST)