Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

હવે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓની કુનેહનો લાભ લે દક્ષિણ આફ્રિકા ઉત્‍સુકઃ ઉદ્યોગપતિઓને સાઉથ આફ્રિકામાં બિઝનેશની પાંખો વિસ્‍તારવા કોન્‍સ્‍યુલ જનરલે આપ્‍યુ આમંત્રણ

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી દ્વારા દક્ષિણ આફ્રિકામાં વ્‍યવસાયની તકો ઉપર યોજાયો વેબિનારમાં આ પ્રશ્ન મુકત મને ચર્ચાયો

સુરતઃ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ માટે દક્ષિણ આફ્રિકામાં વ્‍યવસાયની તકો ઉપર યોજોલ વેબિનારમાં આ વિષય પર મુકત મને ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય વકતા તરીકે મુંબઇ સ્થિત સાઉથ આફ્રિકાના કોન્સ્યુલ જનરલ એન્ડ્રીઆ કુહ્ અને સાઉથ આફ્રિકાના કોન્સ્યુલ ઇકોનોમિક ડીન હોફ દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ (South Gujarat Industrialists)ને સાઉથ આફ્રિકામાં એગ્રો પ્રોસેસિંગ અને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેંકડો વર્ષ જૂના વ્યાપારિક સંબંધો છે અને ઘણા ગુજરાતી ઉદ્યોગપતિઓ આફ્રિકન ખંડમાં મોટા પાયે કંપનીઓ ધરાવે છે.

સાઉથ આફ્રિકામાંથી ભારતમાં સૌથી વધુ કોલસાની આયાત થાય છે.

ત્યારબાદ અનુક્રમે સોનું અને હીરાનો સમાવેશ થાય છે.

તેમણે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat Industrialists) આવેલા વિવિધ ઉદ્યોગો વિશે માહિતી આપી હતી અને

આશા વ્યકત કરી હતી કે આજના વેબિનાર થકી કોવિડ–19 પછી બંને દેશો વચ્ચેના વ્યાપારમાં હજી વધારો લાવી શકાશે.

સાઉથ આફ્રિકાના કોન્સ્યુલ જનરલ એન્ડ્રીઆ કુહ્ને સૌપ્રથમ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના આર્થિક વ્યવહારોની માહિતી આપી હતી.

તેમણે પ્રપોઝ્ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે બંને દેશોને થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી.

સાથે બંને દેશો વચ્ચે ભવિષ્યમાં આર્થિક વ્યવહારો હજી કઇ રીતે વધી શકે તે દિશામાં મહત્વનું માર્ગદર્શન પણ આપ્યું હતું.

સાઉથ આફ્રિકાના કોન્સ્યુલ ઇકોનોમિક ડીન હોફ દ્વારા સાઉથ આફ્રિકાની અર્થ વ્યવસ્થા તથા તેમના ત્યાં રહેલી વ્યાપારિક તકો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકામાં ઓટોમોબાઇલ, માઇનીંગ અને ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે ઘણી વિશાળ તકો ઉપલબ્ધ છે.

તેમણે ભારતીય કંપનીઓ તથા ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓને (South Gujarat Industrialists) સાઉથ આફ્રિકામાં એગ્રો પ્રોસેસિંગ અને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું.

વેબિનારમાં દક્ષિણ ગુજરાતની ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા પ્રોડકટ રજિસ્ટ્રેશન વિશેની માહિતી માંગવામાં આવી હતી.

જે અંગે સાઉથ આફ્રિકાના કોન્સ્યુલ ઇકોનોમિક ડીન હોફ દ્વારા માર્ગદર્શન અપાયું હતું.

(10:22 pm IST)