Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલની કેજરીવાલ સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો

રાજકોટમાં કેજરીવાલ સાથે મુલાકાત :રાવલની ટીમના કેટલાક સભ્યો પણ મિટિંગમાં સામેલ

અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસની હાલત કપોડી બની છે,અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલે કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું જેના લીધે કોંગ્રેસમાં એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. કોગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલે રાજકોટમાં કેજરીવાલ સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી અટકળો આ બેઠક બાદ લાગી રહ્યું છે. આ બેઠકમાં અનેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા થઇ હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ બરાબર નથી, દિગ્ગજ નેતાઓ સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ તાડમાર તૈયારીઓમાં લાગી છે પરતું નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે,જેના લીધે કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડી રહ્યો છે. પૂર્વ પ્રમુખ ચેતન રાવલ પાર્ટી છોડી દેતા હવે આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે.

 

(11:07 pm IST)