Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

કમલમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, સહ પ્રભારી સુધીર ગુપ્તા અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ માર્ગદર્શન આપશે.

અમદાવાદ : વિધાનસભા ચૂંટણીની લઇને ભાજપ તૈયારીઓ આરંભી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાંજે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી છે.

  કમલમમાં અમિતભાઈ  શાહની અધ્યક્ષતામાં ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે. જ્યમાં વિધાનસભા પ્રભારીઓ સાથે બેઠક શરૂ થઈ હતી. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, સહ પ્રભારી સુધીર ગુપ્તા અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ માર્ગદર્શન આપશે. આ બેઠકમાં વિધાનસભા પ્રભારીઓને ચૂંટણીલક્ષી કામ અંગે માર્ગદર્શન આપવામાં આવશે .

જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે આજે દિવસ દરમ્યાન અલગ અલગ બેઠકો યોજી હતી. જેમા વિધાનસભા ચૂંટણીનો સમગ્ર રોડમેપ નક્કી કરવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણીની તૈયારીઓની કમાન પોતાના હાથમાં લીધી છે અને તૈયારીઓનો રોડમેપ નક્કી કરી રહ્યા છે.

 

(11:11 pm IST)