Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ભાજપ પાસે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની માસ્ટર પ્લાનિંગ” સહિત કેટલોક “બ્રહ્માસ્ત્ર” છે, જે વિધાનસભા ચૂંટણી જીતવામાં મદદ કરશેઃ સી.આર. પાટીલ

ભાજપમાં ટિકિટની વહેચણી મોદી અને શાહ પર છોડી દેવામાં આવશેઃ કોંગ્રેસ ઉબા થવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ કેન્દ્ર અથવા સ્થાનિક સ્તર પર કેટલીક ઘટનાઓને કારણે તે આમ કરવામાં સક્ષમ નથી તેમજ આપ AAPની એન્ટ્રી પછી પોતે સત્તામાં અને કોંગ્રેસને વિપક્ષમાં બેસાડવા માંગે છેઃ સી.આર. પાટીલ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, રાજકીય દળોનો પ્રચાર અભિયાન ઝડપી બન્યો છે. પંજાબમાં ભારે સફળતાથી ઉત્સાહિત આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત રાજ્યમાં સક્રિયતા બતાવી રહ્યા છે. બીજી તરફ ભાજપ તરફથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રાજ્યનો પ્રવાસ કરીને લોકોનો વિશ્વાસ જીતવામાં લાગેલા છે.  AAPની એન્ટ્રી 

આ વચ્ચે રાજ્યના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં દાવો કર્યો કે ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની માસ્ટર પ્લાનિંગસહિત કેટલોક બ્રહ્માસ્ત્રછે, જે વિધાનસભા ચૂંટણી જીતવામાં મદદ કરશે.

સીઆર પાટિલે આમ આદમી પાર્ટીના ભાજપ સામે કોઇ પણ રીતનો પડકારનો ઇનકાર કર્યો છે. સીઆર પાટિલે કહ્યુ કે સૂરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી 27 બેઠક એટલા માટે જીતી શકી હતી કારણ કે ટિટિક PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કાર્યકર્તાઓને આપવામાં આવ્યા હતા.

સીઆર પાટિલે કહ્યુ કે ભાજપમાં ટિકિટની વહેચણી મોદી અને શાહ પર છોડી દેવામાં આવશે. મે તમામ ઉમેદવારોના બાયોડેટા સોપવાનો નિર્ણય કર્યો છે. તે દરેક કાર્યકર્તાને ઓળખે છે…. અમે પુરો નિર્ણય તેમની પર છોડીશુ. આ રીતે, જે કોઇને પણ ટિકિટ નહી મળે, તેમણે આ વાતનો પછતાવો નહી થાય કે જો નિર્ણય દિલ્હીમાં મંજૂરી માટે જાય છે તો આવુ નહી થાય.  AAPની એન્ટ્રી 

વિપક્ષી દળ કોંગ્રેસ વિશે તેમણે કહ્યુ કે તેમનો પહેલાવાળો 35 ટકાથી વધુનો આધાર વોટ શેર હવે રહ્યો નથી પરંતુ તેમનો 15-18 ટકા વોટ શેર હજુ પણ સુરક્ષિત છે. કોંગ્રેસ નિર્વિવાદ રીતે નંબર-2 પર છે. પાટિલે કહ્યુ કે ઐતિહાસિક રીતે ગુજરાતે ક્યારેય પણ ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો જોયો નથી. માટે આમ આદમી પાર્ટી ના તો ક્યાય ટક્કરમાં છે અને ના તો તેનો કોઇ પડકાર છે.

સીઆર પાટિલે કહ્યુ, કોંગ્રેસ ઉબા થવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ કેન્દ્ર અથવા સ્થાનિક સ્તર પર કેટલીક ઘટનાઓને કારણે તે આમ કરવામાં સક્ષમ નથીઆ એક મોટો સવાલ છે. પાર્ટી તરફથી રાજ્યના આગામી મુખ્યમંત્રી માટે ચહેરો કોણ હશેના સવાલ પર તેમણે કહ્યુ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારૂ કામ કર્યુ છે અને તેમના વધુ એક કાર્યકાળને દોહરાવવામાં આવશે.

(12:41 pm IST)