Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રાજકોટમાં ગરબામાં હાજર રહેલ દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પાણીની બોટલ ફેકવામાં આવ્‍યા નો વીડિયો વાઇરલ થયો છે

 

ગાંધીનગર: ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત અપાવવા માટે મહેનત કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગાંધીધામ અને જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરી હતી. આ પ્રવાસમાં કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજકોટના ખોડલધામ ગરબા કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા હતા, તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા, નીલ સિટી ક્લબના ડાંડિયા કાર્યક્રમમાં તેમણે ગરબામાં ભાગ લીધો હતો. ખોડલધામ ગરબામાં જ્યારે અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા ત્યારે તેમની પર કોઇ વ્યક્તિએ પાણીની બોટલ ફેકી હતી, તેનો વીડિયો સામે આવ્યો છે. જોકે, કેજરીવાલ ઉપર બોટલ ફેકનાર શખ્સ કોણ હતો, તેની ઓળખ કરી શકાઇ નથી.

પોતાના પ્રવાસમાં કેજરીવાલે બે જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ કે ગુજરાતની જનતા પાસે 27 વર્ષથી વિકલ્પ નહતો, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી વિકલ્પ છે અને હવે ગુજરાતમાં પરિવર્તન થઇને રહેશે. ગુજરાતની જનતા તેમણે 27 વર્ષથી સહન કરી રહી છે. હવે તેમનો અહંકાર તોડવાનો સમય આવી ગયો છે.

ભાજપ-કોંગ્રેસ પર સાંઠગાંઠનો આરોપ

સરકારી રિપોર્ટનો હવાલો કરતા કેજરીવાલે કહ્યુ કે ગુજરાતમાં ભારે બહુમતથી AAPની સરકાર બનવા જઇ રહી છે. તે બાદથી આ લોકો પાગલ થઇ ગયા છે, તેમણે ચારે તરફ ગુંડાગર્દી ચાલુ કરી દીધી છે અને લોકોને ધમકાવવાનું ચાલુ કરી દીધુ છે. ભાજપ અને કોંગ્રેસની ગુપ્ત બેઠકો થઇ રહી છે કે કઇ પણ થઇ જાય પરંતુ AAPની સરકાર ના આવવી જોઇએ. AAPની સરકાર આવી ગઇ તો લૂંટ બંધ થઇ જશે અને તમામ પૈસા સ્કૂલ અને હૉસ્પિટલ બનાવવામાં ચાલ્યા જશે.

જૂનાગઢમાં જનસભાને સંબોધિત કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ પર કટાક્ષ કર્યો હતો. ભગવંત માને ભાજપના અચ્છે દિનનારા પર નિશાન સાધતા કહ્યુ કે મને આ ખબર નથી પડતી કે તમારા અચ્છે દિન આવ્યા છે કે નથી આવ્યા પરંતુ ડિસેમ્બર પછી કેજરીવાલજીના સાચા દિવસ જરૂર આવવાના છે.

(1:21 pm IST)