Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સરકાર મકાઇ, બાજરી, ડાંગર ટેકાના ભાવે ખરીદશેઃ બે દિ'માં ૩ર૭૪ ખેડૂતોની ઓનલાઇન નોંધણી

રાજકોટ તા.૩ : રાજય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમના માધ્‍યમથી ડાંગર, બાજરી અને મકાઇની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધાણી શરૂ થઇ છે આ ત્રણેય પાક મુખ્‍યત્‍વે સૌરાષ્‍ટ્રક સિવાઇના કેટલાક વિસ્‍તારોમાં પાકે છે.

આજે સવાર સુધીમાં ૩૧૯૧ ખેડૂતોએ ડાંગર વેચવા નોંધણી કરાવી છે. ટેકાનો ભાવ કવીન્‍ટલનો રૂા. ર૦૪૦ છ.ે ગયા વર્ષે રપ૦૮૦ ખેડૂતોએ સરકારને મકાઇ વેચી હતી. તા.૩૧ ઓકટોબર સુધી નોંધણી ચાલુ રહેશે. બાજરી માટે બાવન ખેડૂતો નોંધાયા છે. મકાઇ માટે આજે સવાર સુધી કોઇ નોંધણી થઇ નથી ગયા વર્ષ મકાઇ માટે ૭૭૦ ખેડૂતોએ નોંધણી કરાવેલ તે પૈકી માત્ર ૧૪૮ ખેડૂતોએ મકાઇ વેચી હતી.

(2:14 pm IST)