Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ્‌ એશો.ના પ્રમુખ અસીમ પંડયાએ રાજીનામું આપ્‍યું

રાજકોટ તા. ૩: ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ્‌ એસો.ના પ્રમુખ પદેથી અસીમ પંડયાએ રાજીનામું આપી દીધું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટમાં ગુજરાતી સતાવાર રીતે ગુજરાતી ભાષા સામેલ કરવા અંગે અસીમ પંડયાએ રાજયપાલને પત્ર પાઠવેલ હતું. હાઇકોર્ટમાં મોટા ભાગે અંગ્રેજીમાંજ કાર્યવાહી થતી હોય ગુજરાતીમાં કાર્યવાહી કરવા અસીમ પંડયાએ રજુઆત કર્યા બાદ બે વકીલ જુથો વચ્‍ચે ફાંટા પડયા હતાં. બીજા રાજયોમાં પ્રાદેશિક ભાષાનો ત્‍યાંની હાઇકોર્ટે સ્‍વીકાર કર્યો હોય ગુજરાત હાઇકોર્ટમાં પાંચ હજાર જેટલાં વકીલો પ્રેકટીસ કરતાં હોય દરેક વકીલો અંગ્રેજીમાં રજુઆત કરી શકે તેમ ન હોય આ મુદ્દે વકીલોની જ રજુઆત ઉપરથી ઠરાવ કરીને પ્રમુખપદની રૂએ અસીમ પંડયાએ રાજયપાલને હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા કાર્યરત કરવા પત્ર લખ્‍યો હતો પરંતુ વકીલોના જે બે જુથો વચ્‍ચે ખેંચતાણ થતા કહેવાય છે કે, અસીમ પંડયા વિરૂધ્‍ધ અવિશ્‍વાસની દરખાસ્‍ત આવતાં તેઓ સામેથીજ રાજીનામું આપી દીધું હતું.

(3:54 pm IST)