Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

બનાવટી નોટોનું દેશવ્‍યાપી ષડયંત્ર : મુંબઇથી માસ્‍ટરમાઇન્‍ડ વિકાસ જૈન સહિત ૪ને ઉપાડી લેવાયા

ધારાસભાની ચૂંટણી સમયે જ સુરતના કામરેજ વિસ્‍તારમાંથી અને સૌરાષ્‍ટ્રના કાલાવડ પંથકમાંથી મળેલ કરોડોની બનાવટી નોટો મામલામાં નવો વળાંક : એડી.ડીજી રાજકુમાર પાંડિયન અને સુરત ગ્રામ્‍ય એસપી હિતેષ જોયસરના માર્ગદર્શન હેઠળ અડધો ડઝન ટીમો દ્વારા ઠેર ઠેર દરોડા, અબજના આંકને આંબી જશેઃ એકથી વધુ રાજ્‍યમા વિકાસ જૈનની ઓફિસો, ઠેર ઠેર દરોડા, અટકાયતનો આંક હજુ મોટો હોવાની આંકા, ગુજરાતભરમાં સન્નાટો.

રાજકોટ તા.૩: સુરતના કામરેજમાં એક સામાજિક સંસ્‍થાની એમબીયુલ્‍નસમાથી ૨૫ કરોડ રૂપિયાની રિવર્સ બેંક ઓફ ઈન્‍ડીયા લખેલ નોટો મળી આવી, જેની પાસેથી નોટો મલી  તે શખ્‍સ દ્વારા એવો ખુલાસો થયો કે આ તો ફિલ્‍મ શૂટિંગમાં ઉપયોગ કરવા માટે જ છે, પરંતુ સુરત રેન્‍જના એડિશનલ ડીજીપીને આ વાત ગળે ઉતરતી ન હતી, તેઓ દ્વારા આ બાબતે આવા અનેક ભેદ ઉકેલી ચૂકેલા સુરત રૂરલ એસપી હિતેષ જોયસર સાથે ચર્ચા કરી તેઓને જ આખા ષડયંત્ર પરથી પડદો ઊંચકવા માટે કહેવાતા જ આરોપીની આગવી ઢબે પૂછપરછ ચાલુ થતાં જ કાલાવડ પંથકમાં આવી વિશેષ નોટો હોવાનું બહાર આવતા જ સુરત એસપી હિતેષ જોયશરે બનાવની ગંભીરતા સમજી જામનગરના કાર્યદક્ષ એસપી પ્રેમ સુખ ડેલું ને જાણ કર્યા બાદ મોટા વડા ળામાથી ઘાસની ગંજીમાં સંતાડેલ નકલી ચલણી નોટોના બોકસ મળી  આવતા શંકા દ્રઢ બની હતી.           

તપાસ દરમિયાન આણંદના એક શખ્‍સનું નામ ખૂલ્‍યું  અને તે પોલીસની આગવી ઢબની પૂછપરછ પહેલા બનાવટી નોટો ના બંડલ સુપ્રત કર્યા, દરમિયાન રાજકોટમાંથી એવી ફરિયાદ ઉઠી કે, બ્‍લેક વ્‍હાઇટ કરવાના મામલે તેની સાથે છેતરપીંડી થયેલ છે, અને તેમાં આરોપી તરીકે જેમની પાસેથી પોલીસ દ્વારા કબજજે થયેલ બનાવટી નોટો વાળા શખ્‍શો જ હતા.                               

ધારા સભાની ચૂંટણી સમયે જ. આ રીતે બનાવટી નોટો મળી આવતા સુરત રૂરલ એસપી દ્વારા આખું આંતરરાજ્‍ય કાવત્રું હોવાની શંકા આધારે તપાસ કરતા મુંબઈના વિકાસ જૈન નામ ખૂલ્‍યું આ આરોપી અમદાવાદ સહિત અનેક જગ્‍યાએ ઓફિસ ધરાવતો હોવાનું ખુલવા સાથે અન્‍ય બીજા રાજ્‍યો સાથે આના તાર જોડાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામેલ છે,  પોલીસ ટીમો દ્વારા ભારે દોડધામ મચવા સાથે ખળભળાટ  મચી જવા પામ્‍યો છે.

(4:38 pm IST)