Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ખેડા તાલુકાના દેદરડા નજીક બાઈક આડે ગાય આવતા બે યુવકો પૈકી એકનું મૃત્યુ:અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ : ખેડા તાલુકાના દેદરડા પટેલ ફાર્મ નજીક અચાનક એક ગાય સાઈડ માંથી રોડ ઉપર આવતા એક બાઈક ચાલકે બ્રેક મારતાં બાઇક સવાર બે યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં પાછળ બેઠેલ યુવકને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

ખેડા પરા દરવાજા વણઝારા વાસમાં રહેતા રાહુલ બાબુભાઈ વણઝારા પોતાના કુટુંબી સાથે રેતીના ઢગલાએ ગયા હતા. જ્યાંથી પોતાના ફોઈના દીકરા હસમુખભાઈ નરસિંહજી વણઝારા (ઉંમર વર્ષ ૩૭, રહે, ખેડા કેમ્પ) બંને જણા બાઈક લઈ બજારમાં ચા  લેવા જતા હતા. તેઓની બાઈક પટેલ ફાર્મ નજીકથી પસાર થતી હતી દરમિયાન સાઈડ માંથી એક ગાય રોડ પર  અચાનક  આવી જતા રાહુલે બ્રેક મારતા બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. જેથી રાહુલ અને હસમુખભાઈ બંને રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાયેલા હસમુખભાઈને માથાના ભાગે ગંભીર ઈજો થતા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે રાહુલને વધતા ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી. આ બનાવ સંદર્ભે ખેડા પોલીસે રાહુલ વણઝારા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:51 pm IST)