Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વડોદરાના ગોત્રી વિસ્તારમાં બાઈક પર દારૂનું વેચાણ કરતા બે શખ્સોની રંગે હાથે ધરપકડ

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં બાઈક ઉપર થેલામાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા બે શખ્સોને તેમજ વાડી વિસ્તારમાં મકાનમાં સંતાડેલા દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

શહેરના ગોત્રી રોડ ઉપર ભાથુજીનગરના નાકા પાસે બે શખ્સો બાઈક ઉપર થેલો રાખી વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેના આધારે ગોત્રી પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પુસ્તકમાં આરોપી જયદીપ વસાવા (રહે- કુબેરેશ્વર સોસાયટી ,ગોરવા) અને અર્જુન યાદવ (રહે -ચંદ્રનગર સોસાયટી, ગોરવા) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની પાસેથી દારૂના 60 નંગ પાઉચ, ત્રણ નંગ મોબાઈલ ફોન અને એક બાઈક સહિત કુલ રૂ. 48,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજા બનાવમાં વાડી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, રાણાવાસમાં ધ્રુમિલ રાણા નામનો શખ્સ તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે. પોલીસે બાતમી મુજબના સ્થળે દરોડો પાડતા લક્ષ્મી રાણા (રહે -નાલબંધવાડા) ને ઝડપી પાડી હતી. ઘરમાં ચેક કરતા દાદર નીચેથી દારૂના બે બોક્સ મળી આવ્યા હતા. પોલીસે દારૂના 70 કોટરીયા તથા બિયરના ત્રણ ટીન મળી કુલ રૂ.5900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ધ્રુમિલ રાણાને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:51 pm IST)