Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં જુગાર રમતા ચાર શકુનિઓની રંગે હાથે ધરપકડ

વડોદરા:નવીધરતી ગોલવાડ અને સયાજીગંજ વિસ્તારમાં જુગાર રમતા નવ જુગારીઓને પોલીસે ઝડપી પાડી ત્રણ મોબાઇલ સહિત ૨૩ હજારની મત્તા કબજે કરી છે.

કારેલીબાગ પોલીસનો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો.તે સમયે માહિતી મળી હતી કે,નવી  ધરતી ગોલવાડ કબીર મંદિર પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા (૧) નરેશ નટવરલાલ  રાણા (૨) જીજ્ઞોશ અંબાલાલ રાણા (૩) સતિષ રમણલાલ કહાર અને (૪) રાજુ મોહનભાઇ માળી (તમામ રહે.નાગરવાડા)ને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા ૫,૫૫૦ ની મત્તા કબજે કરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં સયાજીગંજ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે સમયે માહિતી મળી હતી કે,સંતકબીર નગર ઝૂંપડપટ્ટીમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા જુગાર રમતા (૧) નરેન્દ્ર જશવંતસિંહ ડાભી (૨) બુધ્ધન લક્ષ્મણભાઇ વાઘેલા (૩)સંજય ગુરજીભાઇ વસાવા (૪) નબી મહંમદ શેખ તથા (૫) કૃણાલ નંદુભાઇ ઉમાઠે (તમામ રહે.સયાજીગંજ) મળી આવ્યા હતા.પોલીસે જુગારીઓ પાસેથી ત્રણ મોબાઇલ ફોન અને  રોકડા મળીને કુલ રૃપિયા ૧૭,૮૬૦ ની મત્તા કબજે લીધી છે.

(5:51 pm IST)