Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકી ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલાએ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની સૂચના અનુસાર પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

અમદાવાદ :રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જોડતોડની રાજનીતિ પણ જોર પકડી રહી છે. આવા સમયે ભાજપે પોતાના એક નેતાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. પૂર્વ મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકીને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

   પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકીને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલાએ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની  સૂચના અનુસાર પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  કિશનસિંહ સોલંકીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. અને જન્મ દિવસની શુભ કામના પાઠવવા બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જ્યારે બીજો એક ફોટો bjp media cell પર પણ શેર કરવામાં આવ્યો હતો.

હાલમાં ચૂંટણી નજીક હોવાથી દરેક પક્ષ જોડ તોડમાં લાગેલો છે. ત્યારે કિશનસિંહ  સોલંકીને સોશિયલ મીડિયામાં આપણાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેનો ફોટો શેર કરતાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ભાજપના નેતાએને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. અને સી.આર.પાટીલે મોટી કાર્યવાહી કરી કિશનસિંહને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. CR પાટીલના આદેશ બાદ ભાજપ નેતા કિશનસિંહ સોલંકીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

(7:04 pm IST)