Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સુરતમાં બારડોલીમાં પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા ખેલૈયાઓમાં નિરાશા

આઠમના દિવસે જ વિધ્ન બની વરસાદ વરસતા ખેલૈયાઓની રમવાની મજા પર પાણી ફરી વળ્યુ

સુરતમાં બારડોલીમાં પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. હાલ નવરાત્રી  ચાલી રહી છે. તેમાં આઠમના દિવસે જ વરસાદ પડતા ખેલૈયાઓમાં નિરાશા ફરી વળી છે. જ્યારે ગરબા આયોજકોમાં પણ ચિંતાનો માહોલ છે. અસહ્ય બફારા વચ્ચે ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હાલ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે વિધ્નરૂપી વરસાદ પડતા ખેલૈયાઓની મજા બગડી ગઈ છે. ખેલૈયાઓની મજા પર પાણી ફરી વળ્યુ છે. આયોજકોમાં ચોક્કસ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

ગરબા આયોજકોને પણ આર્થિક નુકસાનની ચિંતા સતાવી રહી છે. એક તરફ ખેલૈયાઓમાં આઠમને લઈને રમવાનો ભારે ઉત્સાહ છે બીજી તરફ વરસાદે આવતા આ ઉત્સાહ પર પાણી ફેરવાઈ ગયુ છે. નવરાત્રીના પર્વમાં માત્ર નવ દિવસ ગરબા રમવાના હોય છે. તેમાં પણ બે વર્ષથી કોરોનાને કારણે ખાસ કંઈ આયોજન થઈ શક્યા ન હતા. આ વર્ષે રંગેચંગે ભવ્ય આયોજન થયુ છે. ખેલૈયાઓ પણ મનમુકીને રમવા માટે આતુર બન્યા છે, તેમાં વરસાદ વિઘ્ન બની રહ્યો છે. આઠમા નોરતે વરસાદે આવીને જાણે રંગમાં ભંગ પાડ્યો હોય તેવી લાગણી ખેલૈયાઓ અને ગરબા આયોજકો બંનેમાં પ્રસરી છે.

 

(8:09 pm IST)