Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ગુજરાતીઓનો પ્રેમ હંમેશા યાદ રહેશે.:રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો નાગરિક અભિવાદ સમારોહ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત હાઈકોર્ટના તથા મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર ઉપસ્થિત રહ્યાં હતાં

અમદાવાદ :ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે,નાગરિક અભિવાદન સમારોહ યોજાયો હતો જેમા રાષ્ટ્પતિએ કહ્યું કે ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓને અભિવાદન કરૂ છું. ગુજરાતીઓનો પ્રેમ હંમેશા યાદ રહેશે.તેમણે વધુમાં કહ્યું કે સાબરમતી આશ્રમએ 1917થી 1933ના સમયગાળા દરમિયાન ભારતના સ્વતંત્રતાનું કેન્દ્ર બન્યું હતું.આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાત પ્રાચીન કાળથી સમૃદ્ધ ઐતિહાસિક અને ધાર્મિક વારસો ધરાવતું સભ્યતાનું રાજ્ય છે.દેશના વડાપ્રધાનએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ શાસન સંભાળીને એક સ્ટેટ મોડલ પ્રસ્થાપિત કર્યું હતું.

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો આજે રાજભવન ખાતે નાગરિક અભિવાદ સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત હાઈકોર્ટના તથા મુખ્ય ન્યાયમૂર્તિ  અરવિંદ કુમાર ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યના સચિવ પંકજ કુમારે સમારોહમાં સ્વાગત ઉદબોધન કર્યું હતું.

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુએ રાજભવન ખાતે યોજાયેલા નાગરિક અભિવાદન સમારોહમાં કહ્યું હતું કે ગુજરાતમાં આવીને હું પ્રસન્નતા-ખુશી અનુભવું છુ. ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓને અભિવાદન કરૂ છું. ગુજરાતીઓનો પ્રેમ હંમેશા યાદ રહેશે. ગુજરાત પ્રવાસ દરમિયાન સાબરમતી આશ્રમ જોવાનો અને માણવાનો અવસર મળ્યો. સાબરમતી આશ્રમ વર્ષ ૧૯૧૭ થી ૧૯૩૩ દરમિયાન ભારતની સ્વતંત્રતાનું કેન્દ્ર હતું. મહાત્મા ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ આ પવિત્ર સ્થળેથી દાંડીયાત્રા શરૂ કરી હતી.
રાષ્ટ્રપતિએ સન્માન અંગે પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે નવરાત્રિમાં નવદુર્ગાના રૂપમાં મહાશક્તિના પૂજનનો અનેરો મહિમા છે. ગુજરાત સહિત દીપાવલી અને નૂતનવર્ષ દેશભરમાં ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવે છે. ઊર્જાવાન ગુજરાતીઓ પરિશ્રમ, સેવા માટે વિશ્વભરમાં જાણીતા છે. ગુજરાત પ્રાચીન કાળથી સભ્યતાનું કેન્દ્ર રહ્યું છે. ધોળાવીરા, અશોકના શિલાલેખ, સૂર્યમંદિર મોઢેરા જેવો સમૃદ્ધ ઐતિહાસિક વારસો ગુજરાત ધરાવે છે. આ સિવાય વલ્લભી વિશ્વવિધાલય, પાલીતાણાના જૈન મંદિરો, ગિરનાર પર્વત, બોદ્ધની ગુફાઓ, ઉદવાડા ખાતે આવેલી અગિયારી જેવા ધાર્મિકસ્થાનોનો વારસો ધરાવે છે. જેના પરિણામે નરસિંહ મહેતાના વૈષ્ણવ જનતો તેને રે કહીએ… ભજને આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીજીને અનેરી પ્રેરણા આપી હતી.

 

(11:41 pm IST)