Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સ્ટિંગ ઓપરેશન અંગે કોંગ્રેસે ફરિયાદ કરી હોવાનો ઈન્કાર

સોમાભાઈ પટેલ સાથે સોદાબાજીનું સ્ટિંગ : મુખ્ય ચૂંટણી અધિકારીની પક્ષોના આક્ષેપ બાદ સ્પષ્ટતા

ગાંધીનગર, તા. : ગુજરાતની વિધાનસભાની  બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીના પ્રચાર પડઘમ ગઇ કાલે શાંત પડી ગયા છે. સાંજે સાત વાગ્યે ચૂંટણી પ્રચાર થંભી ગયા હતા. બરાબર સમયે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કરી કોંગ્રેસે પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલનો એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેમણે ભાજપ સાથે પૈસા લઈને સોદાબાજી કર્યાની વાત સ્વીકારી હતી. ત્યારે મામલે કોંગ્રેસ અને ભાજપ સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી ગુજરાતના રાજકરણમાં ગરમાવો લાવી દીધો છે. જોકે આવતી કાલે મંગળવારે રાજ્યની ખાલી પડેલી આંઠ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.મુરલીક્રિષ્નનું નિવેદન સામે આવ્યું છે.

મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.મુરલીક્રિષ્ને જણાવ્યું કે, અત્યાર સુધી રાજ્યમાંથી કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો છે. અને ભરૂચ પાસેથી ૨૫ લાખ રૂપિયાની રોકડ પણ ઝડપાઈ છે. ત્યાં ગઢડામાં પોલીસ અધિકારી સામે ફરિયાદ મળી આવી છે.

મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.મુરલીક્રિષ્ને કહ્યું કે, કોરોના મહામારીમાં કોવિડ નિયમ ભંગની પણ કુલ ફરિયાદ નોંધાઈ છે. જેમા ગઢડામાં અને કરજણમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જોકે મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.મુરલીક્રિષ્ને ગુજરાતમાં સ્ટિંગ ઓપરેશન વિશે કહ્યું કે, કોંગ્રેસના સ્ટીંગ ઓપરેશન વીડિયો અંગે કોઈ ફરિયાદ હજૂ સુધી મળી નથી.

કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થર્મલ ઘન એન ૯૫ માસ્ક ૪૧ હજાર, સાદા માસ્ક ૮૫ હજાર રાખવામાં આવ્યા છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૩૦૨૬ મતદાન કેન્દ્રનું સેનિટેશન કરવામાં આવશે. મતદાન મથકમાં પ્રવેશ પહેલા મતદારોનું તાપમાન, ઓક્સિજનની ચકાસણી કરાશે. બાદમાં ડાબા હાથની આંગળીએ અવિલોપ્ય વાદળી શાહીથી ટપકું થશે. મંગળવારે મતદાન પછીના સાતમાં દિવસે ૧૦મી નવેમ્બરે મતગણતરી થશે.

(9:12 pm IST)