Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વલસાડ તમામ પત્રકારો એક મંચ ઉપર આવ્યા:જો રજુઆતને ગંભીરતા લેવામાં ન આવે ચૂંટણીનું પત્રકારો બહિષ્કાર કરશે

આગામી આવનારા સરકારી કાર્યક્રમનું કવરેજ પણ બહિષ્કાર કરવામાં આવશે

(કાર્તિક બાવીશી દ્વારા)આવનાર કપરાડા પેટા ચૂંટણીને અનુલક્ષીને માહિતી વિભાગ દ્વારા ચૂંટણી કવરેજ માટે પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે તેમાંથી વલસાડ જિલ્લાના ૭૩ પત્રકારોના નામોના  લીસ્ટ માહિતી વિભાગને આપવામાં આવ્યા હતા
પરંતુ માહિતી વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ફક્ત ૩૭ જેટલા પત્રકારોના પાસ ઇસ્યુ કરવામાં આવતા વલસાડ જિલ્લાના બાકી રહેલા પત્રકારો રોષે ભરાયાં  અને આજરોજ વલસાડ જિલ્લા માહિતી શાખા એ જઈ વલસાડ જિલ્લા માહિતી નિયામક એ. કે.બારોટને આક્રોશ સાથે  રજૂઆત કરી હતી
વલસાડ જિલ્લાના સિનિયર પત્રકાર તેમજ તંત્રીઓના જ પાસ ઇસ્યૂ ન કરાતા પત્રકારો એક મંચ ઉપર આવ્યા હતા.પત્રકારોએ રજૂઆત કરતા જણાવ્યું હતું જો આમારી રજુઆતને ગંભીરતા લેવામાં ન આવે ચૂંટણીનું પત્રકારો બહિષ્કાર કરશે અને આગામી આવનારા સરકારી કાર્યક્રમ નું કવરેજ પણ કરવામાં નહીં આવે અને બહિષ્કાર કરવામાં આવશે
માહિતી વિભાગ દ્વારા તેમની રજુઆતને સાંભળવામાં આવી હતી અને તેમને હૈયા ધરપત આપી હતી.

(9:55 pm IST)