Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ના ડિવિઝનલ ચેરમેનનો વિદાયમાન

આ પ્રસંગે રેલવેના ડિવિઝનલ મેનેજર જીવીકે સત્યકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ રેલવે હોસ્પિટલમાં 1982થી ફાર્મસીસ્ટ તરીકે ફરજ બજાવતા અને 31-10-2020 રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા ચીફ ફાર્મસીસ્ટ પ્રકાશ સાવલકરનો વિદાયમાન સમારંભ રેલવેના મૈત્રી હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે રેલવેના ડિવિઝનલ મેનેજર જીવીકે સત્યકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સાવલકર સાથે યુનિયન ના પ્રશ્નો અંગે ના  અનુભવ શેર કરતા કહ્યું કે તેઓ ખુબજ  ધીરજ શૈલી વ્યકિત્વ ધરાવરતા હતા અને હમેશા રેલ કર્મચારીઓ નું ભલુ ઇચ્છતા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત યુનિયન ના ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડે એમની સાથે કરવામાં આવેલી સિદ્ધિઓ વિષે બધા ને  માહિતગાર કર્યા હતા. નવનિયુક્ત ડિવિઝનલ ચેરમેન રાજન.પી દ્વારા એમના રીટાયર્ડ જીવન સુખમય રહે તેવી પ્રાર્થના કરી હતી.
 વેસ્ટર્ન રેલવે એમલોઇઝ યુનિયન ના કાર્યકર્તા તરીકે  યુનિયન મા જોડાઇ ને ડિવિઝનલ ચેરમેન સુધી સફર કરી ચૂકેલા પ્રકાશ સાવલકર ની ગાઉન્ડ લેવલ પર ખુબજ પકડ હતી. તેઓ રેલ કર્મચારીઓના  મસીહા તરીકે છાપ ધરાવતા હતા.ચોથા વર્ગના કર્મચારી પર  થતા અન્યાય સામે લડવા તેઓ હંમેશા તતપર રહેતા હતા. ઓલ ઇન્ડીયા રેલવે મેન્સ ફેડરેશન ના ખજાનચી જે.આર. ભોંસલે એ જણાવ્યું કે પ્રકાશ સાવલકરે  34 વર્ષ માં  યુનિયન ના વિવિદ પદો પર કામ કરી ને રેલ કર્મચારીઓ ના હક માટે તીવ્ર  આંદોલન પણ કરી કર્મચારીઓનું હક અપાવ્યું  છે. અને વિદાય પછી પણ તેઓ વલસાડ ના તેમજ  મુંબઇ ડિવિઝન ના કામો કરતા રહેશે.આ વિદાય સમારોહ નું સંચાલન એચ.કે.શર્માએ કર્યું હતું અને આભાર વીધી હુસેન બેલીમે કરી હતી.આ કાર્યક્રમમાં એરિયા મેનેજર વલસાડ અનુ ત્યાગી, ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડે, ડિવિઝનલ ચેરમેન રાજન.પી તેમજ અન્ય અધિકારી અને યુનિયન ના કાર્યક્રરતા ઉપસ્થિત રહ્યા હતા.

(9:52 pm IST)