Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હોસ્પિટલમાં દાખલ : ફેફસામાં ઈન્ફેક્શનની તકલીફ

તાવ આવ્યાં પછી ફેફસાંનું ઈન્ફેક્શન હોવાનું જણાતાં કે.ડી. હોસ્પિટલમાં સારવાર અપાઈ

અમદાવાદ : કોરોના કહેર વચ્ચે ખડે પગે શહેરમાં સતત સેવારત એવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને ફેફસાંનું ઈન્ફેક્શન થતા હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઇન્ફેકશન થતા અમદાવાદની કે ડી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ તેઓને માત્ર ફેફસાનું ઇન્ફેકશન છે. તેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.

પોલીસ કમિશનરને તાવ આવ્યાં પછી ફેફસાંનું ઈન્ફેક્શન હોવાનું જણાતાં કે.ડી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને તબિયત સુધારા પર છે. શહેર પોલીસના ઊચ્ચ સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્વતને કોરોના થયો નથી અને ફેફસાંના ઈન્ફેક્શનની સારવાર પછી તબિયત સુધારા પર છે.

(10:45 am IST)