Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગુજરાત પેટાચૂંટણીમાં પ્રથમ ત્રણ કલાકમાં ધીમું મતદાન : સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 12 ટકા મતદાન થયું

અબડાસામાં 11 ટકા,કપરાડામાં 10,37 ટકા,લીબડીમાં 16,52 ટકા, મોરબીમાં 15,68 ટકા, ધારીમાં 6,29 ટકા,ગઢડામાં 14.76 ટકા અને ડાંગ બેઠક પર સરેરાશ 8.87 ટકા મતદાન

ગુજરાત રાજયમાં વિધાનસભાની ૮ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે મતદાતાઓમાં મતદાન માટે નીરસ જણાઈ રહ્યા છે. સવારે સાત વાગ્યે મતદાન શરુ કરવામાં આવ્યું હતું. ત્રણ કલાક માં માત્ર 11.52 % જ મતદાન થયું છે. ચૂંટણીપંચ દ્વારા મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવી છે. જે આ પ્રમાણે છે. 10 વાગ્યા સુધી સરેરાશ 11.52 ટકા મતદાન  થયું છે

અબડાસા બેઠક પર સરેરાશ 11 ટકા મતદાન ,કપરાડા બેઠક પર સરેરાશ 10.37 ટકા મતદાન ,લીંબડી બેઠક પર સરેરાશ 16.52 ટકા મતદાન ,મોરબી બેઠક પર સરેરાશ 15.68 ટકા મતદાન ,ધારી બેઠક પર સરેરાશ 6.29 ટકા મતદાન ,ગઢડા બેઠક પર સરેરાશ 14.76 ટકા મતદાન અને ડાંગ બેઠક પર સરેરાશ 8.87 ટકા મતદાન થયું છે

(10:51 am IST)