Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કરજણ પેટાચૂંટણીમાં પૈસા વહેંચતા કોંગ્રેસના બે કાર્યકરોની ધરપકડ : રૂપા ગામ નજીકથી સોહેલ ચૌહાણ અને વિગ્નેશ પટેલને ઝડપી લીધા

કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા:પોર-ઈંટાળા વિસ્તારનો ભાજપ કાર્યકરોનો વિડિઓ વાયરલ થયા બાદ રૂપા પાસેથી કોંગ્રેસી કાર્યકરોની ધરપકડથી રાજકારણ ગરમાયુ

કરજણ પેટાચૂંટણીમાં રૂપિયા વહેચતા કોંગ્રેસના 2 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. સોહેલ ચૌહાણ અને વિગ્નેશ પટેલ નામના 2 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રૂપા ગામ નજીકથી 2 કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મિત પટેલ હજી ફરાર છે. 57 હજાર રોકડ રૂપિયા સાથે પોલીસે આ કાર્યકરોની ધરપકડ કરી છે.

આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. કોંગ્રેસના કાર્યકરનું કહેવું છે કે, અમે ચૂંટણીપંચમાં જઇશું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, હમણાં જ એક એવો વીડિયો પણ વાયરલ થયો હતો કે જેમાં કરજણમાં ભાજપના કાર્યકરો પર પૈસા આપ્યાનો આરોપ લાગ્યો હતો. ભાજપના કાર્યકરો પૈસા વેચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે કરજણના પોર-ઇટાલા વિસ્તારનો વીડિયો પ્રસાર માધ્યમમાં મૂકાયો છે. જો કે આ બંને ઘટના અંગે ચૂંટણી પંચે તપાસના આદેશ પણ આપ્યાં છે

(12:00 pm IST)