Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રાજયની ૮ બેઠકો પર બપોરે ૧ કલાક સુધીમાં સરેરાશ ૩૧.૪૪ ટકા મતદાન

સૌથી વધુ ડાંગમાં મતદાનઃ જબરો ઉત્સાહ

અમદાવાદ, તા.૩: ગુજરાતમાં ૩ નવેમ્બરના રોજ ૮ વિધાનસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે. મતદાન સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી કરવામાં આવશે. રાજયની આ પેટાચૂંટણીનું પરિણામ ૧૦ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. જો કે મતદાનની શરૂઆત થતાં જ કેટલાંક સ્થળો પર EVMમાં ખામીની ફરિયાદ ઉઠી હતી. જો કે કોરોનાકાળ દરમિયાન યોજાઇ રહેલા મતદાનમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બપોરે ૧ કલાક સુધીમાં સરેરાશ ૩૧.૪૪ ટકા મતદાન થયું છે.

૮ બેઠકોમાંથી ધારીમાં સૌથી ઓછું મતદાન થતાં ભાજપ નેતા દિલીપ સંદ્યાણીએ વ્યકત કરી ચિંતા. કહ્યું ધારીમાં સૌથી ઓછું મતદાન એ ચિંતાની વાત, લોકશાહીના મહાપર્વમાં મતદાન થવુ જોઇએ. પરિણામ જે આવે તે પણ મતદાન વધુ થવુ જોઇએ.

હાલમાં ચાલી રહેલ પેટાચૂંટણીમાં કરજણ બેઠકને લઇને રૂપિયા આપતા વાયરલ વીડિયો મામલે કોઇ ફરિયાદ કરવામાં ન આવી હોવાનું ચૂંટણી પંચે નિવેદન આપ્યું છે. જો કે કોંગ્રેસ પ્રવકતા શૈલેષ અમીનનો EC થી વિરુદ્ઘ દાવો છે.

શૈલેષ અમીને કહ્યું કે કોંગ્રેસ ECમાં ફરિયાદ કરી છે, છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને ચૂંટણી અધિકારીને રજૂઆત કરવા ડેલિગેશન પહોંચ્યું છે. અમીને કહ્યું કે જો ચૂંટણી પંચ કાર્યવાહી નહીં કરે તો હાઇકોર્ટમાં જઇશું. શૈલેષ અમીન સહિતનું ડેલિગેશન રજૂઆત માટે પહોંચ્યું છે.

રાજયમાં ચાલી રહેલી પેટાચૂંટણીમાં મતદારોને આકર્ષવા નાણાં અપાતા હોવાના વાયરલ વીડિયોથી ચકચાર જોવા મળી છે. ભાજપને મત આપવા મતદારોને કહેવામાં આવી રહ્યું છે. કરજણ વિધાનસભાના આ વાયરલ વીડિયોને લઇને ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યાં છે.

રાજયમાં ચાલી રહેલી ૮ બેઠકો પરની પેટાચૂંટણીમાં બપોરે  ૧૨ કલાક સુધીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો કરજણમાં અત્યાર સુધીમાં ૨૨.૯૫ ટકા, ડાંગમાં ૩૯.૬૦ ટકા, કપરાડામાં ૧૭.૨૬ ટકા, અબડાસામાં ૨૨ ટકા, ધારીમાં ૧૬.૪ ટકા, મોરબીમાં ૨૪.૧૫ ટકા, ગઢડામાં ૨૧.૭૪ ટકા જયારે લીંબડીમાં સરેરાશ ૨૮.૫૯ ટકા મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

લીંબડી બેઠક પરની પેટાચૂંટણીમાં ગેડી ગામે બોગસ મતદાનની ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસે પ્રિસાઇડિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં એક વ્યકિત ૫દ્મક વધુ વખત મત આપી રહ્યાં ફરિયાદ કરવામાં આવી છે.

રાજયમાં ચાલી રહેલ ૮ બેઠક પર પેટાચૂંટણીને લઇને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો. સીએમ રુપાણીએ કહ્યું કે ૮ બેઠક પર ભાજપ જીતશે. સમર્પણ, સખત મહેનત, વિકાસ ભાજપને જીત અપાવશે.

વલસાડ-ડાંગના સાંસદ કે.સી.પટેલની VTV સાથે વાતચીત

વલસાડ-ડાંગના સાંસદ કે. સી. પટેલે VTV સાથેની વાતચીતમાં કપરાડા અને ડાંગના વિકાસ અંગે વાતચીત કરી. કે સી પટેલે કહ્યું કે અસ્ટોલ પાણી યોજના ઝડપથી પુરી કરાશે. ઇન્ટરનેટ બાબતે સરકારમાં રજૂઆત કરી છે.

લીંબડી બેઠકના કોંગ્રેસ ઉમેદવારે જીતની આશા વ્યકત કરી

લીંબડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ચેતન ખાચરે VTV સાથે કરેલી વાતમાં જીતની આશા વ્યકત કરી છે. ચેતન ખાચરે કહ્યું કે ૧૫ હજાર મતથી અમારી જીત નક્કી છે. લીંબડી વિકાસથી વંચિત છે. ભાજપે લીંબડી બેઠકોનો વિકાસ થવા દીધો નથી. જનતા ભાજપના એકહથ્થા શાસનને જાકારો આપશે. કોળી સમુદાયના MLA કનુ પટેલ ભાજપની જીત નિશ્યિત હોવાનું કહ્યું

હાલ લીંબડી બેઠક પર ભાજપના નેતાઓ પહોંચ્યાં છે. કોળી સમુદાયના MLA કનુ પટેલે VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં ભાજપની જીત નિશ્યિત હોવાનું જણાવ્યું. કોળી સમુદાયને ભાજપ પ્રત્યે કયારેય નારાજગી નથી. કોળી સમુદાય ભાજપ તરફી મતદાન કરશે. કોંગ્રેસના સ્ટ્રીંગ ઓપરેશનની મતદાન પર અસર નહીં પડે.

સવારે ૯ વાગ્યા સુધીમાં જાણો કયાં કેટલું થયું મતદાન

રાજયમાં ચાલી રહેલી ૮ બેઠકો પરની પેટાચૂંટણીમાં સવારે ૯ કલાક સુધીમાં મતદારોમાં જોશ જોવા મળી રહ્યો છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો કરજણમાં અત્યાર સુધીમાં ૮ ટકા, ડાંગમાં ૭.૨ ટકા, કપરાડામાં ૧૧ ટકા, અબડાસામાં ૧૨ ટકા, ધારીમાં ૯ ટકા, મોરબીમાં ૯ ટકા, ગઢડામાં ૮ ટકા જયારે લીંબડીમાં સરેરાશ ૭ ટકા મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

લીંબડી બેઠક પરના ભાજપ ઉમેદવારે લીંબડી બેઠક પર પેટાચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવારે કિરીટસિંહ રાણાએ મતદાન કર્યું. મતદાન બાદ VTV સાથે વાતચીતમાં જણાવ્યું કે ભાજપ આઠેય બેઠક પર જીતશે. કોંગ્રેસનું સ્ટીંગ ઓપરેશનની કોઇ અસર નહીં થાય. કોળી મતદારો પણ ભાજપની સાથે છે. મતદારો વિકાસના મુદ્દે મતદાન કરી રહ્યાં છે.

રાજયની ૮ બેઠકો પર બપોરે ૧ કલાક સુધીમાં સરેરાશ ૩૧.૪૪ ટકા મતદાન

ગઢડા - ૨૭.૨૮%

કરજણ - ૪૦.૬૪%

અબડાસા - ૨૨%

ધારી - ૩૬%

લીંબડી- ૩૨.૪૯%

ડાંગ - ૫૧.૫૪%

કપરાડા- ૩૬.૪૧%

મોરબી- ૩૦.૧૬%

ભાજપ નેતાએ વ્યકત કરી ચિંતા

(3:41 pm IST)