Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કોરોનાના દર્દીઓ માટેના ઓકિસજન, ઇંજેક્ષન અને ટીકડીઓના વપરાશમાં ધરખમ ઘટાડો

આંકડાકીય ચિત્ર રાહતરૂપ છતાં ખૂબ સાવચેતી જરૂરી

રાજકોટ, તા.૩ : ગુજરાતમાં સપ્ટેમ્બરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું હતું તે વખતે કોરોનાના દર્દીઓ માટે વપરાતા ઓકિસજન, રેમડીસીવર ઇંજેક્ષન અને ફેવીપીરાવીટ ટેબ્લેટની જબ્બર માંગ હતી. હવે કોરોનાના દર્દીઓ ઘટતા આ બધી વસ્તુઓની જરૂરીયાતમાં ધરખમ ઘટાડો થયો છે. રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી. કોશિયાએ દર્દીઓ ઘટના ઇંજેક્ષન, ગોળી, ઓકિસજન વગેરેની માંગ ઘટયાનું તારણ કાઢી પરિસ્થિતિ હળવી બની છતાં સાવચેતીમાં સહેજપણ બાંધછોડ ન કરવી જોઇએ તેવો મત વ્યકત કર્યો છે.

સપ્ટેમ્બરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજનનો પ્રતિદિન સરેરાશ વપરાશ ર૧૧.૬ મેટ્રીક ટન રહેલ તે ઓકટોબરમાં ઘટીને ૧૩૭.૮૦ મેટ્રીક ટન થયો છે. રેમડીસીવર ઇંજેક્ષન સપ્ટેમ્બરની ૧,૭૯,૪૦ર નંગ માંગની સામે ૮૩૦ર૩ (ઓકટોબરમાં) રહી છે. ફેવીપીરાવીર ર૦૦ મીલીગ્રામની ગોળી સપ્ટેમ્બરમાં રપ,૭પ,૩૭ર ઉપયોગમાં લેવાયેલ તે ઘટીને ૩,૭૮,૮૦૪ થઇ ગઇ છે. આજ પ્રકારની ૪૦૦ મીલીગ્રામની ગોળી સપ્ટેમ્બરમાં પ,૮૬,૯૪૦ વપરાયેલ તે ઓકટોબરમાં માત્ર ર,૮૦,૦૩૦ થઇ ગઇ છે. કોરોનાના દર્દીઓ ઘટતા હાલ રાહતની સ્થિતિ છે.

(3:05 pm IST)