Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કૃષિ સહાય પેકેજઃ ૧ર લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧૭૭૬ કરોડ ચૂકવાયા

રાજકોટ તા. ૩ :. રાજય સરકારે અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રૂ. ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કરેલ તે અંતર્ગત લાભાર્થી ખેડૂતોને રૂ. પ થી ર૦ હજાર સહાય મળવાપાત્ર છે. ઓનલાઇન નોંધણીની છેલ્લી તા. ૩૧ ઓકટોબર સુધીમાં કુલ ૧૮,૯૬,૭૪પ ખેડૂતો અરજીઓ આવેલ. જેમાંથી ૧ર લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧૭૭૬ કરોડ જેટલી રકમ ચૂકવાઇ ગઇ છે. બાકીના ખેડૂતોની અરજીની ચકાસણી અને ચૂકવણી પ્રક્રિયા ચાલુ છે.

(3:07 pm IST)