Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ભાજપ હતાશ થઇ ગયુ છેઃ નાણાનો વીડિયો વાયરલ થતા અમિત ચાવડાના આક્ષેપો

અમદાવાદઃ કોંગ્રેસના પ્રવક્તા અમિત ચાવડાએ આજે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી અંગે ભાજપના કાર્યકરો દ્વારા મતદાતાઓને આપવામાં આવતા નાણાનો વિડીયો જારી થયા પછી જણાવ્યું હતું કે ભાજપ પહેલા નાણા આપીને વિધાનસભ્યો ખરીદતું હતું, હવે તે પ્રજાને પણ ચૂંટણી સમયે રૂપિયા આપી ખરીદે છે. આમ ભાજપ હવે મતદાન વખતે લોકોના પણ મોલ લગાવી રહ્યું છે. આ દર્શાવે છે કે ભાજપ હતાશ થઈ ગયું છે.

(4:43 pm IST)