Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ડાંગ જીલ્લાના આહવા તાલુકાના ભીસ્‍યા ગામે બીજા વિસ્‍તારના લોકો મતદાન કરતા હોવાની ફરિયાદ ખુદ પોલીસ કોન્‍સ્‍ટેબલે નોંધાવી

સુરતઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ડાંગની પેટાચૂંટણીમાં ચાલતા મતદાનમાં બીજા વિસ્તારના લોકો મતદાન કરતાં હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલે પોતે નોંધાવી છે. તેણે કહ્યું છે કે આ ચૂંટણીમાં અન્ય જિલ્લાના મતદારો મતદાન કરવા આવ્યા હતા. તેઓ કારમાં મતદાન કરવા આવ્યા હતા. આ બનાવ ડાંગના આહવાના ભીસ્યા ગામ ખાતે બન્યો હતો. ઉલ્લેખનીય છે કે આઠ બેઠકોની પેટાચૂંટણીમાં બપોરના બે વા્યા સુધીમાં ડાંગમાં સૌથી વધુ 57 ટકા મતદાન જોવા મળ્યું છે.

(4:44 pm IST)