Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સમારકામ કરવાનું હોવાથી સાબરમતીથી કેવડીયા સુધી આગામી 2 દિવસ સી પ્‍લેનની એકપણ ફલાઇટ ઉડાન નહીં ભરે

અમદાવાદ: દેશના પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થયું અને દેશનું પ્રથમ સી પ્લેન ગુજરાતને મળ્યું છે. સી પ્લેન શરૂ થયાના બીજા દિવસે બુકિંગ ફૂલ થઈ ગયું હતુ. પરંતુ બીજા દિવસે પેસેન્જર ન મલતા રિવરફ્રન્ટથી બીજો ફેરો કેન્સલ કરવો પડ્યો હતો. ત્યારે હવે રિવરફ્રન્ટથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી બે દિવસમાં સી પ્લેન ઉડાન નહિ ભરે. તારીખ 4 અને 5 નવેમ્બરના રોજ સી પ્લેન ની એક પણ ફ્લાઇટ ઉડશે નહિ. સમારકામ કરવાનું હોવાથી આ ફ્લાઈટ ઉડાન નહિ ભરે. 6 નવેમ્બરથી રાબેતા મુજબ ફ્લાઇટ ઉડાન ભરશે.

ઓનલાઈન ટિકિટ બુકિંગ બંધ

સી પ્લેન પ્રોજેક્ટના લોકાર્પણ બાદ મુસાફરો પણ તેનો લાભ લઇ રહ્યા છે. આજે અમદાવાદથી ઉડાન ભરનારી સી પ્લેનની બે ફ્લાઇટ મસાફરોથી ફૂલ થઈ ગઈ હતી. અમદાવાદથી બપોરે 11 વાગે અને 2 વાગે એમ બે ફ્લાઇટ ઉડાન ભરશે અને કેવડિયાથી છેલ્લી ફ્લાઇટ 4.30 વાગે અમદાવાદ આવવા નીકળશે. જોકે, મુસાફરોને હાલ બીજી તકલીફ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં થઈ રહી છે. ઓનલાઈન ટિકિટ ઉપલબ્ધ ન હોવાથી મુસાફરોને વોટર એરોડ્રામ પર આવી ટિકિટ વિન્ડોથી સી પ્લેન માટે ટિકિટ લેવી પડી રહી છે. હાલ સીપ્લેનની ટિકીટ માટે ઓફલાઈન બુકિંગ કાઉન્ટર બંધ છે.

બુકિંગ કાઉન્ટર બંધ થઈ જતા મુસાફરોને એરોડ્રામ સુધી આવવાની ફરજ પડે છે. તો બીજી તરફ, કેટલાક મુસાફરોનું કહેવુ છે કે તેઓને કાઉન્ટર પર ટિકિટ મળતી નથી. આવામાં મુસાફરોને કોઈ સ્પષ્ટતા ન થતા તેઓ અટવાયા છે.

(4:51 pm IST)