Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વડોદરા નજીક સેવાસી ગામે એટીએમ કાર્ડ બદલી ઠગાઈ આચરનાર ભેજાબાજની પોલીસે રંગે હાથે ધરપકડ કરી

વડોદરા:નજીક સેવાસી ગામના એટીએમ પર જઇ એટીએમ કાર્ડ બદલીને ઠગાઇ કરતા ભેજાબાજની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી અન્ય આઠ એટીએમ કાર્ડ પણ કબજે કર્યા છે.

અંગેની વિગત એવી છે કે શેરખી ગામે રહેતા બાબુભાઇ સોમાભાઇ પરમાર તા.૨૬ના રોજ સેવાસી ગામે સ્ટેટ બેંકના એટીએમ પર પૈસા ઉપાડવા માટે ગયા હતા ત્યારે એટીએમ પરથી પૈસા નીકળ્યા હતાં જેથી એટીએમ પર આવેલા એક યુવાનની મદદ લીધી હતી અને યુવાનને એટીએમ કાર્ડ તેમજ પાસવર્ડ આપ્યા હતાં. જો કે યુવાને એટીએમ કાર્ડ બદલી નાંખી ગોત્રી ખાતેના એટીએમ પરથી રૃા.૨૦ હજાર ઉપાડી લીધા હતાં.

તાલુકા પોલીસે બનાવની ફરિયાદ બાદ ખાનપુર સેવાસી ગામે રહેતા અર્પીત સંજય ગોહિલ નામના ૨૧ વર્ષના યુવાનની ધરપકડ કરી તેની પાસેથી અન્ય એટીએમ કાર્ડ પણ કબજે કર્યા  હતાં. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે માત્ર સેવાસી પંથકના એટીએમ પર આવતા ગ્રાહકોને ટાર્ગેટ કરતો હતો. પૈસા ઉપાડવા માટે આવનાર કોઇ ગ્રામિણ નાગરિક દ્વારા પૈસા ના ઉપડે તો તેની સાથે ઠગાઇ કરતો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી તા. સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

(5:49 pm IST)