Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સુરતમાં હાલમાં કોરોના કાળમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળતા લોકોએ રાહતના શ્વાસ લીધા

સુરત:શહેરમાં કોરોના વાવર યથાવત રહેવા પામ્યો છે. આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો થઈ રહ્યો છે. નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજરોજ 77 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 36 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 13 બાઈપેપ અને 20 દર્દીઓ ઓક્સિજન પર છે.

જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 31 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 23 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 3 બાઈપેપ અને 18 દર્દીઓ ઓક્સિજન પર છે. જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.

(5:50 pm IST)