Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

એક કા તીન કૌભાંડના સૂત્રધાર ઝહીર રાણાની ટ્રાન્સફર વોરન્ટ પર ધરપકડ

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ કરી એલિસ બ્રિજના એક જુના કેસમાં અમદાવાદ લવાયો

અમદાવાદ : એક કા તીન કૌભાંડ સહિત અનેક પોન્ઝી સ્કીમ્સના સૂત્રધાર ઝહીર રાણા ની ટ્રાન્સફર વોરન્ટ પર વડોદરાથી ધરપકડ કરાઈ છે ઝહીરની વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ કરી એલિસ બ્રિજના એક જુના કેસમાં અમદાવાદ લવાયો છે.

ઝહીર રાણાએ 2002થી 2014 સુધી અનેક વખત લોભામણી સ્કિમો દ્વારા લોકોને કરોડોમાં નવડાવ્યા હતા.  સામે 2014માં ગુનો નોંધવામાં આવ્યો હતો.ઝહીર રાણા મલ્ટી લેવલ માર્કેટિગની થિયરીથી હજારો લોકો પાસેથી પૈસા પડાવી 50 કરોડનું ફૂલેકું ફેરવ્યુ હતું.

ઉંચા વ્યાજની લોભામણી લાલચ આપી ઝહીર રાણા વતી દોરોદો કંપનીના ડિરેક્ટરોએ પાંચ કરોડ જેટલી રકમ ઉઘરાવી હતી. જે પૈકી ઝહીર રાણાએ અંદાજે 2 કરોડ જેટલા રૂપિયા પરત કર્યા હતા. ઝહીર કરોડો રૂપિયા ચાઉં કરીને મુંબઇ જતો રહ્યો હતો.

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પકડાયેલા બિપીન સોલંકીને રાજસ્થાનની એક બેન્કમાં નોકરી મળતાં તેણે ઝહીરની કંપની ક્યારની છોડી દીધી હતી. પરંતુ દોરોદો કંપનીમાં તેનું ડાયરેક્ટર તરીકે વર્ષ 2012 સુધી નામ આરઓસીમાં નોંધાયેલું હતું.

(6:29 pm IST)