Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નકલી ટોલીસીઝુમાબ ઇન્જેક્શન વેચવાના રેકેટમાં મુખ્ય આરોપીના અમદાવાદની કોર્ટે જમીન ફગાવ્યા

પબ્લિક દવા માટે વલખા મારતી હોય તેવા સંજોગોમાં આવું કૃત્ય જાહેર જીવન વિરુદ્ધનું છે :કોર્ટનું અવલોકન

અમદાવાદ : કોરોનાકાળ દરમિયાન નકલી ટોલીસીઝુમાબ ઇન્જેક્શન વેચવાના રેકેટમાં ઝડપાયેલા મુખ્ય આરોપી હર્ષ ઠાકોરના અમદાવાદની કોર્ટ દ્વારા જામીન ફગાવી દેવામાં આવ્યા છે. આરોપી પર સ્ટીરોઈડ ઇન્જેક્શન મેળવી ઇન્જેક્શનના એમયુઅલ પરના રેપર કાઢી અને બોક્ષ પરના લખાણ ઘસી નાંખી તેનો ફોટો મોબાઈલમાં પાડી એડિટિંગ કરી ટોલીસીઝુમાબ એક્ટ્રેમા નામનું ફોટો લોકોને મોકલી ભુસેલ નામવાળું ઇન્જેક્શન લોકોને ડિલિવરી કરવાનો આક્ષેપ છે.

આ નકલી ઇન્જેક્શન રેકેટના આરોપીના જામીન ફગાવતા કોર્ટે નોંધ્યું હતું કે કોરોના મહામારીમાં જ્યારે પબ્લિક તેની દવા માટે વલખા મારતી હોય તેવા સંજોગોમાં રેપર બદલાવી બોગસ ઇન્જેક્શનનો સપ્લાય કરી પબ્લિકના જીવન સાથે ચેડાં કર્યા છે. જેથી આવા આરોપીને હાલ જામીન આપી શકાય નહિ. આરોપી બોડી બિલ્ડીંગ લાઇન સાથે સંકળાયેલો છે અને અગાઉ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હોવાથી મેડિસિન અંગેનો જ્ઞાન હોવાથી કોરોના મહામારીમાં પોતાના આર્થિક ફાયદા માટે ઓળખીતાઓને જાણ કરી તેની સરકારી હોસ્પિટલમાં સેટિંગ છે અને જેથી ટોલીસીઝુમાબ ઇનજકેશન મેળવી આપે છે. આમ કહી લોકોને ટોલીસીઝુમાબના સ્થાને બોગસ ઇન્જેક્શન મોકલી જીવન સાથે ચેડાં કર્યા છે.

આરોપી સ્ટીરોઈડ ઇન્જેક્શન મેળવી ઇન્જેક્શનના એમયુઅલ પરના રેપર કાઢી અને બોક્ષ પરના લખાણ ઘસી નાંખી તેનો ફોટો મોબાઈલમાં પાડી એડિટિંગ કરી ટોલીસીઝુમાબ એક્ટ્રેમા નામનું ફોટો લોકોને મોકલી ભુસેલ નામવાળું ઇન્જેક્શન લોકોને ડિલિવરી કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મુદ્દે સરકારી વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી કે આરોપીની ઉંમર માત્ર 22 વર્ષ છે પરંતુ તેને પરમીટ વગર સ્ટીરોઈડ ઇન્જેક્શનું વેચાણ કર્યું છે. એટલું જ નહીં ઇનજકેશન પરનો રેપર બદલી સમાજ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે નકલી ટોલીસીઝુમાબ ઇન્જેક્શન વેચવાના કેસમાં આરોપી વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. આરોપી સામે આઇપીસીની કલમ 308, 406, 276, 120(બી) અને ડ્રગ્સ – કોસ્મેટિક એકટની કલમ 18(એ) અને 18(સી) અને 27 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(7:16 pm IST)