Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ડીંડોલીમાં બે જણાનાં ઝગડામાં વચ્ચે પડેલા યુવકની ક્રૂર હત્યા

કળિયુગમાં ધરમ કરતા ધાડ પડી : ફ્લેટના મેઈન્ટેનન્સ મુદ્દે લડી રહેલા બે જણાની વચ્ચે યુવક મધ્યસ્થી માટે ગયો હતો : પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરત, તા. : સુરતમાં બે જણાના ઝઘડામાં મધ્યસ્થી કરી સમજાવટ કરવાનું એક યુવકને ભારે પડ્યું હોવાની એક ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં બીજાના ઝઘડામાં સમજાવવા જનાર યુવકની ચપ્પુ મારીને હત્યા કરી દેવાઈ છે.પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજના યુગમાં કોઈની ભલાઈ કરવા પહેલા પણ વિચારીને કરવી જોઈએ. ક્યાંક તેનું પરિણામ વિપરીત મળે, તેવો એક કિસ્સો સુરતમાં સામે સાવ્યો છે જી હા રેસિડેન્સીના મેન્ટેનન્સના બે જણાના ઝઘડામાં મધ્યથી કરી ઝાધડાને શાંત કરવા જનારની હત્યા કરી દેવાઈ હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ છઠ પુજા તળાવ પાસે આવેલ સંતોક પાર્ક રેસિડેન્સીમાં બીજાના વિવાદમાં સમજાવવા પડેલા મધુકર સોનાવણે નામના યુવકને ચપ્પુ મારીને હત્યા કરી દેવાઈ છે.

સંતોક પાર્ક રેસિડેન્સીના બી વિંગમાં રહેતો મધુકર સોનાવણે ફાઈનાન્સનું અને ગાડી-લેવેચનું કામ કરે છે. સંતોક રેસિડેન્સીમાં ડી વિંગમાં વિકાસ શ્રીવાસ્તવ રહે છે. પહેલા રેસિડેન્સીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ હતા. હાલમાં વિકાસની બહેન પ્રમુખ છે. રવિવારે રેસિડેન્સીના મેન્ટેનેન્સ મુદ્દે ધર્મેન્દ્રસિંહ અને વિકાસનો ઝગડો થયો હતો. તે બાબતે સોમવારે વિકાસે તેના મિત્ર મંજી ચૌધરી, માયા પટેલ અને અમિત વર્માને રેસિડેન્સીમાં ધર્મેન્દ્રસિંગ અને તેના ભાઈને મારવા માટે બોલાવ્યો હતો.

ધર્મેન્દ્રસિંગ તો નહીં મળ્યો પરંતુ તેનો ભાઈ ગિરીશ સિંગ અને ભત્રીજા નિર્ભયસિંગને તેઓ મારવા માટે દોડ્યા હતા. ગિરીશસિંગ જીવ બચાવીને ભાગ્યો હતો. તેવામાં મધુકર શું બબાલ છે તે જોવા માટે ઘરમાંથી બહાર નીકળ્યો. તેની સામેથી મંજી અને વિકાસ પણ દોડ્યા, ત્યારે મુધુકરે તેમને અટકાવીને સમજાવી રહ્યો હતો. ત્યારે મંજી અને વિકાસે મધુકરને થાપાના ભાગે ચપ્પુના ત્રણેક ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડીને નાસી ગયા હતા. મધુકરને આસપાસના લોકો ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં સારવાર દરમ્યાન મધુકારનું મોત નીપજ્યું હતું.

ઘટનાને પગલે પોલીસે  તપાસ શરૂ કરી હતી અને પોલીસે મધુકરના બનેવીની ફરિયાદ લઈ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:19 pm IST)