Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગુજરાતમાં ભાજપની તમામ બેઠકો પર કેશરીયા થવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો આશાવાદ

મતદારોનો આભાર માનવા સાથે કાર્યકરોની મહેનતને પણ બિરદાવી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી પૂરી થતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ  દાવો કર્યો હતો કે ભાજપ આઠેય બેઠક જીતશે. તેમણે ચૂંટણીમાં મતદાન કરનારા મતદાતાઓને આભાર માન્યો હતો. મતદાતાઓ ભાજપની નીતિરીતિથી સંતુષ્ટ છે. તેની સાથે-સાથે ચૂંટણી માટે ભાજપના કાર્યકરોએ કરેલી મહેનતને પણ વખાણી હતી.

આઠ બેઠકોની પેટાચૂંટણીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું હોવાનું કહેવાય છે. મતદાન જો કે ગત વિધાનસભાની ચૂંટણી કરતાં ઓછું હતું, પરંતુ પેટાચૂંટણીના સંદર્ભમાં જોઈએ તો ઘણુ સારું મતદાન કહેવાય. પેટાચૂંટણીમાં સૌથી ઊંચું મતદાન ડાંગમાં 74.41 ટકા જેટલું થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન ધારીની બેઠક પર 42 ટકા જેટલું થયું હતું. પેટાચૂંટણીનું પરિણામ દસમી નવેમ્બરે જાહેર થશે. આમ આઠ બેઠકો પર 81 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીઓમાં સીલ થશે.

કોરોના સંક્રમણ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા મતદારોનો સંપર્ક કરીને મતદાન કરાવવાની સુંદર કામગીરી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું.

સારું મતદાન એ સૂચવે છે કે, ગુજરાતના મતદારો અને લોકો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્ય સરકારની કામગીરી તેમજ ભારતીય જનતા પાર્ટીની નીતિ-રીતિથી સંતુષ્ટ છે તે મતદાનના આંકડા સૂચવે છે. ભારતીય જનતા પાર્ટી તમામ 8 બેઠકો પર ભવ્ય મતોથી વિજય પ્રાપ્ત કરશે.

(7:54 pm IST)