Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગુજરાતની પેટા ચૂંટણી પૂર્ણ થવાના અવસરે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના શાસક પક્ષ પર તીખા પ્રહારો

શાસક પક્ષે મતદારોને ડરાવ્યાંની વાતો વહેતી મૂકી : તો પોલીસે શાસક પક્ષના એજન્ટ ગણાવી રાજકારણ ગરમાવ્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીનું મતદાન પૂરું થયું ત્યારે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ  શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું હતું કે ચૂંટણીમાં ભાજપે મતદારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો તો પોલીસ તો જાણે ભાજપની એજન્ટ હોય તે રીતે વર્તી. તેઓએ અમારી કોઈપણ પ્રકારની ફરિયાદ કાને ધરી.

ભારે પ્રયત્ન પછી ફરિયાદ ધ્યાનમાં લીધી તો તેની સરખી રીતે તપાસ પણ કરી. સિવાય તેમણે કહ્યું હતું કે ચૂંટણીપંચે તટસ્થ રીતે કામગીરી બજાવવાની જરૂર છે. ચૂંટણીપંચે તટસ્થ રીતે કામગીરી બજાવી હોત તો ચૂંટણીમાં હજી પણ ઘણો ફેર પડી શક્યો હોત.

તેમનો આરોપ હતો કે મોરબીમાં મોટાપાયા પર ગેરરીતિ આચરવામાં આવી છે. તેની સાથે જોવા મળેલા કેટલાક વિડીયો અંગે કહ્યું હતું કે કમનસીબે આવા અમુક વિડીયો સામે આવ્યા છે, જ્યારે વાસ્તવમાં મતદારોને છેલ્લી ઘડીએ લાલચ આપવી, લોભાવવા વગેરે બધુ મોટાપાયા પર થયું છે. પણ બધાની વિગતો મળી શકે તેમ નથી.

લીંબડીમાં મોટાપાયા પર બોગસ વોટિંગ કરાયુ છે. મતદાનની જે ઊંચી ટકાવારી દેખાય છે તે વાસ્તવમાં ઘણા અંશે બોગસ વોટિંગને આભારી છે. સિવાય મતદાન સમયે ભાજપની પત્રિકાઓ વહેંચવામાં આવી હતી, જે વાસ્તવમાં ચૂંટણીના નિયમોનો સરેઆમ ભંગ છે.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાને ખોટી રીતે અટકાયતમાં લેવામાં આવ્યા. તેમની ભૂલ એટલી કે તેમણે ભાજપ દ્વારા કરાતી રૂપિયાની વહેંચણી સામે ફરિયાદ કરવાની તૈયારી કરવાની બતાવી. શું કોઈ ગુના સામે ફરિયાદ નોંધાવવી મોટો ગુનો છે. એક ધારાસભ્યની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું. આમ ભાજપે બધા નિયમોને કોરાણે મૂકી દીધા છે. તેણે ચૂંટણી યેનકેન પ્રકારે જીતવાનું મન બનાવી લીધું છે.

ભાજપે મતદારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસે ભાજપના એજન્ટની જેમ કામ કર્યુ. ચૂંટણીપંચ તટસ્થ રીતે કામગીરી કરે. મોરબીમાં ગેરરીતિ આચરવામાં આવી. લીંબડીમાં બોગસ વોટિંગ કરવામાં આવ્યુ. મતદાન સમયે ભાજપની પત્રિકાઓ વહેંચવામાં આવી, કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાને ખોટી રીતે અટકાયતમાં લેવામાં આવ્યા. આમ સ્વતંત્ર અને યોગ્ય રીતે ચૂંટણીનું આયોજન તો સાણે ભૂતકાળની બાબત બની ગઈ હોય તેવી વાત છે.

(8:31 pm IST)