Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રાજપીપળામાં બેવડી ઋતુના કારણે દવાખાનાઓમાં વધતી ભીડ કોરોના સમયે જોખમી

રાજપીપળા સિવિલમાં ઓપીડી,લેબોરેટરી સહિતના વિભાગો દર્દીઓથી ઉભરાતા ભારે તકલીફ,ખાનગી દવાખાનાઓ પણ ચિક્કાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં હાલ બેવડી ઋતુના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.સવારે અને રાત્રે ઠંડીનું વાતાવરણ અને દિવસ દરમિયાન ગરમી પડતા સરકારી તેમજ ખાનગી દવાખાના દર્દીઓ થી ઉભરાઈ રહ્યા છે.જેમાં વાયરલ ઇન્ફેકશન તકલીફ વાળા દર્દીઓ વધતા જોવા મળે છે.
એક તરફ કોરોના અને બીજી તરફ વાયરલમાં અમુક લોકોને કોરોનાનો ભય સતાવી રહ્યો છે.
રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે રોજની અંદાજે 200 દર્દીઓની ઓપીડી હાલ જોવા મળે છે.
 જેના કારણે ઓપીડી,લેબોરેટરી,સહિતના વિભાગોમાં ભારે ભીડ રહે છે.ત્યારે કોરોના વચ્ચે આ ભીડ પણ ક્યારેક જોખમી સાબિત થઈ શકે તેમ જણાઈ રહ્યું છે.

(8:53 pm IST)