Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નાંદોદના સિસોદરા ગામમાં બે વર્ષથી ચાલતો લીઝનો વિરોધ આજે ઉપવાસ આંદોલન પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદરા ગામમાં છેલ્લા 2 વર્ષથી રેતીની લીઝનો ભારે વિરોધ થઈ રહ્યો હોવા છતાં આ મામલે કોઈ નિરાકરણ ન આવતા થોડા દિવસ પહેલા જ રસ્તા રોકો આંદોલન બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે આજે આ મામલે ફરી વિવાદ ઉભો થતા આજે સવારથી સિસોડરા ગામ ખાતે મહિલાઓ ઉપવાસ આંદોલન પર બેઠી છે

 . મહિલાઓના જણાવ્યા મુજબ ફક્ત એક વ્યક્તિના લાભ માટે સરકારી તંત્ર ગ્રામજનોની કોઈ રજુઆત ધ્યાન પર લેતું નથી માટે આજથી ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર બેઠા છે.ગ્રામજનોની વાત તંત્ર સાંભળતું નથી અને આ બાબતે કોઈ પગલાં ભરવામાં આવતા નથી માટે જ્યાં સુધી તંત્ર ના બહેરા કાને ગ્રામજનોનો આવાઝ નહિ પહોંચે અને લીઝ બાબતે કોઈ નક્કર પરિણામ ન આવે ત્યાં સુધી ગામની મહિલાઓ આ આંદોલન કરશે તેમ જાણવા મળ્યું છે.

(9:04 pm IST)