Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિસદ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું

ઘરના આંગણાંમાં દિવાળીને અનુલક્ષીને રંગોળી કરવાની રહેશે: નિર્ણાયકો લોકોના ઘરે જઈને રંગોળીનું નિરીક્ષણ કરશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિસદ દ્વારા આગામી દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધા-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં પોતાના ઘરના આંગણાંમાં દિવાળીને અનુલક્ષીને રંગોળી કરવાની રહેશે જેમાં સ્વચ્છતા તેમજ  રંગ પુરણી પર ખાસ ધ્યાન આપવાનું રહેશે.નિર્ણાયકો લોકોના ઘરે જઈને રંગોળીનું નિરીક્ષણ કરશે તેમ અખિલ હિન્દ મહિલા પરિસદના પ્રમુખ હેમાબેન ગાંધી,મંત્રી શિવાની બેન મહેતા,પ્રોજેકટ મંત્રી લીનાબેન બક્ષીએ જણાવ્યું હતું.

(9:23 pm IST)