Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અમદાવાદ :ઓનલાઇન સુનાવણીમાં કારમાં બેસી દલીલ કરનારા વકીલને ટ્રિબ્યુનલે રૂપિયા દસ હજારનો દંડ કર્યો

દંડની રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં જમા કરવાનો નિર્દેશ

અમદાવાદ : ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલની અમદાવાદ બેન્ચની ઓનલાઇન સુનાવણીમાં કારમાં બેસી દલીલ કરનારા વકીલને ટ્રિબ્યુનલે રૂપિયા દસ હજારનો દંડ કર્યો છે. ઓનલાઇન સુનાવણી દરમિયાન કોર્ટની આમન્યા કેવી રીતે જાળવવી તે અંગે હાઇકોર્ટે આપેલા નિર્દેશોના આધારે આ દંડ કરવામાં આવ્યો છે અને દંડની રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં જમા કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

 


ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલના પ્રિસાઇડીંગ ઓફિસર વિનય ગોયલ સમક્ષની ઓનલાઇન સુનાવણીમાં ધ્યાને આવ્યું હતું કે અરજદારના વકીલ વિશાલ ગોરી કારમાંથી દલીલ કરવા હાજર થયા હતા. જેથી હાઇકોર્ટના નિર્દેશો પ્રમાણે તેમને દંડ કરવાનું ટ્રિબ્યુનલે ન્યાયિક ગણાવ્યું હતું અને હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણેની યોગ્ય જગ્યાએથી દલીલ માટે હાજર થવા તેમને એક કલાકનો સમય આપ્યો હતો. દંડની રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં બે દિવસમં જમા કરાવવાની બાયધરી આ વકીલ દ્વારા આપવામાં આવી છે

  સુનાવણીમાં અરજદારના વકીલ કારમાંથી ઓનલાઇન દલીલ માટે હાજર થયા હતા અને કોર્ટના ધ્યાને આવ્યું હતું કે તેઓ સિગારેટ પી રહ્યા છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ હાઇકોર્ટે તેમને દંડ કર્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિશનને સૂચન કર્યુ હતું કે ઓનલાઇન સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ ગરિમાપૂર્ણ રીતે કેવી રીતે ઉપસ્થિત થવું તે અંગે વકીલોને જાણકારી આપે. આ ઉપરાંત હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો કે વકીલો ઓનલાઇન સુનાવણી દરમિયાન કાર કે ખુલ્લા મેદાનમાંથી સુનાવણીમાં હાજર ન થાય અને ઘર કે ઓફિસેથી ઓનલાઇન સુનાવણીમાં હાજરી આપે

(12:27 am IST)