Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાજપીપળા દરબાર રોડ પર કરુણા એમ્બ્યુલન્સની ટીમ દ્વારા બીમાર ગલુંડિયાને તત્કાલ સારવાર આપવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ૧૯૬૨ હેલ્પલાઇન ની એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડોકટરો પશુઓ કે જાનવરો બીમાર પડે ત્યારે ખૂબ સરાહનીય તબીબી સેવા આપી નવજીવન આપે છે જેના ઘણા કિસ્સા રાજપીપળા શહેરમાં જોવા મળ્યા છે ત્યારે એવાજ એક કિસ્સો આજે રાજપીપળા દરબાર રોડ પર જોવા મળ્યો જેમાં ઇજાગ્રસ્ત ડોગના બચ્ચાને લકવા જેવી અસર જણાતા નગરપાલિકાના સદસ્ય કિંજલબેન તડવીએ હંમેશની જેમ તાત્કાલિક 1962ને કોલ કરતા ડોકટરો ની ટીમે દરબાર રોડ ખાતે આવી ગલુડિયા ને તપાસ કરતા તેનું શરીર બેર મારી ગયું હોય એમ જાણે લકવા જેવી સ્થિતિમાં આ બચ્ચું જણાઈ આવતા ડોક્ટર અભિમન્યુએ પાઇલોટ કિરણભાઈની મદદથી આ સ્વાન ના બચ્ચાને તાત્કાલિક જરૂરી સારવાર આપી નવજીવન આપવા પ્રયાસ કર્યો હતો..

(10:36 pm IST)