Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અમદાવાદના ડોલર કૌભાંડ પ્રકરણમાં ભાવનગર સ્વામિનારાયણ મંદિરના પૂજારીનું નામ ખુલ્યુ

ઝડપાયેલ ચારેય શખ્સો ત્રણ દિવસના રિમાન્ડ ઉપર

રાજકોટ તા.૩ : અમદાવાદના વેપારી મૌલિક પ્રજાપતિને સાવરકુંડલાના ભરત ગીડા નામના ઠગે કસ્ટમ ઇન્સ્પેકટર પાસે બ્લેક કોટેડ ડોલરનો જથ્થો રસ્તામાં આપી દેવાનો હોવાની વાતમાં ફસાવી રૂ.૩૦ લાખ પડાવી લીધા હતા. વેપારીને વિશ્વાસમાં લેવા માટે ભરત ગીડા અને બોગસ કસ્ટમ ઇન્સ્પેકટર નેલા શાહીદ નાવડેકરે હોટલોમાં મીટીંગો કરી વેપારીને આંજી દીધો હતો.

કસ્ટમ ઇન્સ્પેકટર મલહોત્રા બનેલા ઠગ શાહિદ અને તેના પી.એ.રાજુ (મુળ નામ ઇમરાન ભુરાની, સાવરકુંડલા)એ બ્લેક કાગળ કેમિકલની ડોલમાં નાખી બીજા હાથમાં અસલી ડોલર કાઢી બતાવ્યા હતા. પરંતુ હકીકતમાં આ બ્લકે કાગળોના બંડલ ડોલર નહી પણ કાળા રંગના કાગળના ટુકડા હતા.

વડોદર ક્રાઇમ બ્રાંચે સુરતની હોટલમાં દરોડો પાડી બનાવટી કટમ ઇન્સ્પેકટર તેમજ અન્ય ત્રણ સાગરીતોને ઝડપી પાડયા હતા. આ ચારેય જણાને અજે કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છ. પીઆઇ આર.એ.જાડેજાએ કહ્યુ હતુ કે, ઠગાયેલા વેપારીનો ઠગ ટોળકીના ભરત ગીડા સાથે સંપર્ક કરાવનાર ભાવનગર લોખંડ બજારના સ્વામિનારાયણ મંદિરમાં સેવાપૂજા કરતા વિજય ભગત હતા.

વેપારી પાસેથી ખંખેરી લીધેલા રૂ.૩૦ લાખનો ઠગ ટોળકીએ તુર્તજ ભાગ  પાડીી લીધો હતો. જેમાં સૌથી વધુ રકમ સાવરકુંડલાના ભરત ગીડાને મળી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે રૂ.૩૦ લાખની રકમ પડાવી લીધા બાદ ગેંગના સાગરીતોએ હોટલોનો ખર્ચ બાદ કરી બાકી વધેલી રકમ વહેંચી લીધી હતી. આ પૈકી ભરત ગીડાને રૂ.૧પ થી ૧૬ લાખ અને કસ્ટમ ઇન્સ્પેકટર બનેલા શાહીદના ભાગે રૂ.૧૦ લાખ આવ્યા હતા. જયારે પી.એ. બનેલા ઇમરાન ઉર્ફે રાજુ થોડી રકમ મળી હોવાનું ખુલ્યુ છે. ઠગ ટોળકીનો મુખ્ય સાગરીત ભરત ગીડા એનએસયુઆઇનો પૂર્વ પ્રમુખ હોવાની વિગો બહાર આવી છે.

(11:32 am IST)