Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

હાલ ભેરુ, આજ 'નૂતન વર્ષ'ને આવકારીયે,'હેપ્પી ન્યૂ યર' છોડી, 'રામ-રામ' ઠપકારીએ

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ કાઠીયાવાડી ભાષામાં નૂતન વર્ષ-દિપાવલી પર્વને વધાવવા ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી

રાજકોટ, તા. ૩ :. વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ દિપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છા કાઠીયાવાડી ભાષામાં પાઠવી છે. ટ્વીટ કરીને જુદા જુદા સુવિચારો સાથે નૂતન વર્ષ દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવી છે.

પરેશભાઈ ધાનાણીએ પાઠવેલા સંદેશા તરફ એક નજર કરીએ તો... હાલ ભેરુ, આજ 'નૂતન વર્ષ'ને આવકારીયે, 'હેપ્પી ન્યૂ યર' છોડી, 'રામ-રામ' ઠપકારીએ, ચાલો સૌ સાથે દિપાવલી ઉજવીએ.

હાલ ભેરુ, આજ 'અંજવાળુ' કરીયે,

કોડિયે 'દિવેલ' મારુ અને 'વાટ' તારી, ચાલો સૌ સાથે 'દિવડા' પ્રગટાવીએ.

હાલ ભેરુ, આજ 'નવુ વર્ષ' ઉજવીએ, 'ફોન-મેસેજ' છોડ, દરેકની 'ડેલી' ખખડાવીએ, ચાલો સૌ સાથે દિપાવલી ઉજવીએ.

હાલ ભેરુ, આજ 'નવુ વર્ષ' ઉજવીએ,

'કુટંબ' મુકી કોરાણે, 'ચોરે' ભેગા થઈએ, ચાલો સૌ સાથે દિપાવલી ઉજવીએ.

હાલ ભેરુ, આજ મિઠાઈ ઝાપટીયે, ઈ 'મિઠાઈ' મારી અને 'મીઠાશ' તારી, ચાલો સૌ સાથે દિપાવલી ઉજવીએ.

હાલ ભેરુ, આજ સૌ ઋણમુકત થઈએ, વટ પાડીશું પછી, પેલા વ્હેવાર સાચવીએ, ચાલો સૌ સાથે દિપાવલી ઉજવીએ.

(12:39 pm IST)