Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ડીઝીટલ યુગમાં પણ કેલેન્ડરનું મહત્વ અકબંધ :ડટ્ટા અડીખમ

ચોઘડિયા..વાર...તિથી...દિવસ મહિમા....સહિતની માહિતીનો ઊંડાણ પૂર્વકના અભ્યાસનો નીચોડ એક- એક પાના પર નિચોડ : જ્યોતિષવિદ અને બુધીજીવીઓ અને નિષ્ણાતોની મદદ અને હિંદુ, મુસ્લિમ, જૈન સહીત તમામ ધર્મના જાણકારો પાસેથી માહિતી એકત્ર કરી એક- એક દિવસને પુરતી કાળજી આપી તારીખ્યું થાય છે તૈયાર:

રાજકોટ : દત્ત દિવાળીના પૂર્વે તહેવારને અનુરૂપ ચીજ વસ્તુઓ બજારમાં ઠલવાઈ રહી છે. રંગ, ફટકડા અને કાપડ સહિત આ તહેવારને અનુરૂપ ચીજ વસ્તુઓ આવી રહી છે. આ તમામ ચીજ વસ્તુઓમાં દિવાળી કેલેન્ડરનું પણ અલાયદું માર્કેટ છે. આજે વિકસિત ટેકનોલોજીના કારણે અનેક વસ્તુઓ ભૂતકાળ બની ગઈ છે. દરેક નવી વસ્તુ જૂની વસ્તુનું સ્થાન લઇ જૂની વસ્તુને બજારમાંથી હડસેલી મુકે છે. પરંતુ આધુનિક યુગમાં પણ તારીખ્યાની એટલી જ માંગ છે. જેટલી કાલે હતી કોમ્પુટર અને મોબાઈલ આવતા આ પ્રિન્ટેડ કેલેન્ડર ખતમ થવા જોઈતા હતા.

પરંતુ દિવાળી કેલેન્ડરની માર્કેટ ઘટવાને બદલે વધી છે કારણ વેપારીઓએ આ જ ટેકનોલોજીને ધંધા સાથે વણી લઇ અતિ ઉપયોગી માહિતીનો કેલેન્ડરમાં કરેલો ઉમેર. ખ્યાતનામ જ્યોતિષવિદ અને બુધીજીવીઓ અને નિષ્ણાતોની મદદથી આ કેલેન્ડર બનાવવામાં આવે છે. હિંદુ, મુસ્લિમ, જૈન સહીત તમામ ધર્મના જાણકારો પાસેથી માહિતી એકત્ર કરી એક- એક દિવસને પુરતી કાળજી આપી તારીખ્યું તૈયાર કરવામાં આવે છે. કોમ્પુટરમાં આકર્ષક લે આઉટ તૈયાર કરવામાં આવે છે. ચોઘડિયા..વાર...તિથી...દિવસ મહિમા....સહિતની માહિતીનો ઊંડાણ પૂર્વકના અભ્યાસનો નીચોડ એક- એક પાના પર મુકવામાં આવે છે. ત્યારબાદ પ્રિન્ટ થઇ ચોક્કસ ડિજાઈનના આ ડટ્ટો તૈયાર થઇ માર્કેટમાં મુકવામાં આવે છે. પરિણામે આજે પણ આ તારીખ્યાની ડીમાંડ અવિરત રહી છે.

વોટ્સ એપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાની ભરમાર વચ્ચે પણ અમુક દેશી વસ્તુઓએ પોતાની મહત્વતા જાળવી રાખી છે તેમનો એક આવિષ્કાર એટલે ડટ્ટા કેલેન્ડર. ધંધાર્થીઓ દ્વારા દર વરસે નવી નવી ચીજ વસ્તુઓ ઉમેરી આ માર્કેટને જીવંત રાખ્યું છે. જેને લઈને ગ્રાહકોમાં આ ડટ્ટા કેલેન્ડરની એટલી જ છે જેટલી વરસો પૂર્વે હતી.

(1:18 pm IST)