Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રીસર્ચ અને ઇનોવેશનમાં અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ કોલેજ અગ્રેસર

૭ મહિનામાં કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓની ૬ પેટન્ટ મંજુર

રાજકોટ તા. ૩ : ભારતમાં કરાયેલ ઇનોવેશનની પેટન્ટ વિશ્વના અન્ય દેશો લઇ ન લે તે માટે સરકાર સતત પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે અમદાવાદની એલ. ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા રીસર્ચ અને ઇનોવેશન પર ફોકસ કરાયુ હોય તેમ છેલ્લા ૭ મહિનામાં સ્ટાફ અને વિદ્યાર્થીઓની ૬ પેટન્ટ ૨૦ વર્ષ માટે ગ્રાન્ટ થઇ છે.

આઇ.પી.આર.ની એકટીવીટી અંતર્ગત કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમયાંતરે રીસર્ચ, ઇનોવેશન એન્ડ પેટન્ટ ફાઇલીંગ માટે દેશ વિદેશના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. આ માર્ગદર્શનને સાર્થક કરતા કુલ ૭૨ પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે. જેમાંથી ૪૫ પેટન્ટ પબ્લીશ થઇ ચુકી છે.

તાજેતરમાં જે ૬ પેટન્ટ ફાઇલ થઇ તેમાં કોલેજના આચાર્ય ડો. રાજુલ ગજજર  અને પ્રો. પૂનમ મોદી દ્વારા ફાઇલ કરાયેલ સેેન્ડ ફ્રી અનફાયર્ડ બ્રિકસ એન્ડ મેનીફેકટરીંગ મેથડ થેરોપી તેમજ ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન વિભાગના પ્રો. ડો. ભાવિન સેદાણી, ડો. નિરાલી કોટક અને વિદ્યાર્થીઓ હસમુખ નકુમ, યશ દોમડીયા, પરમાર હર્ષાબા, અજમેરીયા દીપ, પંચાલ કૌશલ, સાગર દીક્ષીત, આઇ.સી. વિભાગના વાળા ડો. મનીષ ઠકકર, ડો. વી. પી. પટેલ, ઓઝા વિશેષ, પારેખ ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમ એલ.ડી. કોલેજના પ્રો. ડો. ભાવિન સેદાણી (મો.૯૯૨૫૦ ૪૧૪૧૮) ની યાદીમાં જણાવાયુ છે.

(2:57 pm IST)