Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક : વેસુમાં પેટ્રોલ પંપ ઉપર ફટાકડા ફોડી પંપને સળગાવવાનો પ્રયાસ, ૨ પૈકીનો ૧ ઝબ્બે

વેસુમાં યુનિવર્સિટી નજીક સોમેશ્વર ચાર રસ્તા પર મૈત્રેય હોસ્પિટલની બાજુમાં રાધે પેટ્રોલ પંપ પર બે લવરમુછીયા મોપેડમાં પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. બાદમાં બંને મોપેડ પર નીકળ્યા ત્યારે અચાનક સળગેલા ફટાકડા પંપના પાઇપ પર ફેકી ભાગ્યા હતા. જો કે, પંપના કર્મચારીએ સમયસૂચકતા વાપરી હટાવી દીધા હતા. જેના કારણે ફટાકડા પાઇપથી દૂર ફૂટયા હતા.કર્મચારીની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ હતી. બનાવ અંગે ઉમરા પોલીસમાં પેટ્રોલપંપના મેનેજર મોતીલાલ ચૌધરીએ ફરિયાદ આપી હતી. જેના આધારે એક પુખ્તવયનો અને એક સગીર લઘુમતી વિદ્યાર્થી  સામે આઈપીસી કલમ ૨૮૫, ૨૮૬, ૩૩૬ અને ૧૧૪ મુજબ લોકોના જીવને જોખમમાં મુકવાનો ગુનો નોંધાયો છે.

(2:57 pm IST)