Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સુરતના જાણીતા કલાકાર હેમંતી જરદોશ દ્વારા પાણીની ઉપર તથા પાણીની નીચે રંગોળીનું નિર્માણઃ 12 વર્ષે કલાનું અદ્‌ભુત પ્રદર્શન

આ વર્ષે અમિતાભ બચ્‍ચનની રંગોળીનું નિર્માણ કર્યુ

સુરત: દિવાળી આવી છે ત્યારે ગૃહીણીઓ દ્વારા રંગોળીઓ ઘરની બહાર બનાવવામાં આવે છે. કેટલાક કિસ્સામાં એક બીજાથી ચડીયાતી બનાવવા માટે આડકતરી રીતે હોડ લાગતી હોય છે. જો કે સુરતની આ રંગોળી એવી છે કે જે વિશ્વમાં બીજે ક્યાંય નથી બનતી કે કોઇ બનાવી પણ નથી શકતું. દિવાળીએ દીવડાઓના પ્રકાશપૂજનું પર્વ છે. દિવાળી હોય તો ઘર આંગણે રૂડા રૂપાળા રંગો વડે બનાવેલ રંગોળી પણ હોય જ. આ રંગોળી અથવા સાથીયા અંતરમાં આનંદના રંગ પૂરે છે. સમયની સાથે રંગોળી ના પણ રૂપરંગ બદલાયા છે.

સુરતના જાણીતા કલાકાર હેમંતી જરદોશે રંગોળીમાં અવનવા અને ખૂબ જ સુંદર પ્રયોગો કર્યા છે. તેઓએ પાણીની ઉપર તથા પાણી નીચે રંગોળી બનાવી છે, સાથે સાથે લોકોને શીખવી પણ છે. આ વરસે હેમંતીબેને પાણીની ઉપર અમિતાભ બચ્ચનની રંગોળી ખૂબ જ મહેનતને અંતે તૈયાર કરી છે. આગલા વર્ષોમાં પાણીની નીચે શ્રીનાથજી ભગવાન, ચાર્લી ચૅપ્લિન, અમિતાભ બચ્ચનની રંગોળીઓ બનાવી હતી. આ રંગોળી બનાવવામાં લિટરે પાણીમાં ૧૫ ગ્રામ મીઠું નાખવામાં આવે છે. પાણી ઉપર ટેલકમ પાઉડર ગરણીની મદદ વડે હળવે હાથે છાટવામાં આવે છે અને આ પાઉડરના લેયર ઉપર તમારી મનગમતી રંગોળી બનાવવામાં આવે છે.

(4:00 pm IST)