Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અગાઉ નડિયાદમાં જૂથ અથડામણના કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સુનવણી કરી

નડિયાદ : પાંચ વર્ષ અગાઉના નડિયાદના જૂથ અથડામણ કેસમાં આજે નડિયાદ સેશન્સ કોર્ટે  સજા સંભળાવી છે.આ કેસમાં ખૂન નીપજાવનાર બિલોદરા  ગામના ભરવાડ પક્ષના ૧૫ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.જ્યારે સામા દરબાર પક્ષના ૪૪ વ્યક્તિઓને  વિવિધ ૧૦ વર્ષની સજા કરી છે. ઉપરાંત એક વ્યક્તિને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા હુકમ કર્યો છે.

આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ગત તા.૨૮-૮-૨૦૧૬ ના રોજ નડિયાદ તાલુકાના બિલોદરા ગામે મંદિરમાં સામૂહિક આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તે દિવસે સાંજના સમયે ગામના કેસરબેન વિનુભાઇ ડાભી(આ બનાવમાં મરણ ગયેલ), મંજૂલાબેન રાજેશભાઇ ડાભી,વિમળાબેન પસાભાઇ સોઢા, સંબાબેન શનાભાઇ સોઢા મંદિરમાં રાખેલ સામૂહિક આરતીમાં જતા હતા. તેમની સાથે ગામના હરીસિંહ ઉર્ફે કનુભાઇ સોઢા પણ હતા. 

ગામના બસસ્ટેન્ડ નજીક ઢાળ ઉતરતા મફતભાઇ ભરવાડ તથા બીજા ભરવાડોના ઘરો આવેલા છે.તે ઘરોમાં રહેતા મફતભાઇ પાસે ગાડી છે અને તે દરરોજ ગાડી બહાર રોડ ઉપર વચ્ચે મૂકે છે. આથી આરતીમાં જતા સમયે  હરીસિંહ ઉર્ફે કનુભાઇ સોઢાએ મફતભાઇને કહેલ ક ેતમારી ગાડી રોડથી એક સાઇડે મૂકતા હોય તો કેવુ સારૂ,રાત્રીના અંઘારામાં કાદવ કીચ્ચડમાં પડી  જવાય છે અને કોઇ કાદવમાં પડી જશે તો હાથપગ ભાંગી જશે. તેના કરતા તમે ગાડી એક સાઇડે મૂકો તો સારૂ. આથી મફતભાઇઅને તેમના ભાઇ પ્રભાતભાઇ હરીસિંહ ઉપર ઉશ્કેરાઇ ગયા હતા. અને તમને જ ગાડી નડે છે એમ કહી ગમે તેમ ગાળો બોલવા માંડયા હતા. આથી હીરીસિહે તેમને ગાળો બોલવાની ના પાડી હતી અને  ગાડી સાઇડમાં મકો તો સારૂ તેમ કહ્યુ ંહતું. આથી ઉશ્કેરાયેલા  પ્રભાતભાઇ  ઘરમાંથી લોખંડની પાઇપ લઇ આવ્યા હતા અને  હીરીસિંહને મારવા દોડયા હતા.તે સમયે હરીસિંહના ભાભી કેસરબહેન વચ્ચે પડતા પ્રભાતભાઇએ તેમના માથાના  પાછળના ભાગે પાઇપનો જીવલેણ ફટકો માર્યો હતો.જેથી તેઓ જમીન પરપટકાયાહતા. તે સમયે મંજૂલાબેન પકડવા દોડી આવતામફતભાઇએ પોતાના ભાઇનુ ઉપરાણુ લઇ હાથમાં રહેલ લાકડી મંજૂલાબેનને મારી હતી. 

(5:47 pm IST)