Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં એન.આર. આઈના બંધ મકાનમાંથી તસ્કરોએ સવા લાખની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

 વડોદરા:વાઘોડિયારોડની પ્રભાત સોસાયટીમાં રહેતા એન.આર.આઇ.ના બંધ મકાનમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા મળીને સવા લાખની મત્તા ચોરી ગઇ હતી.જે અંગે વિદેશથી  પરત આવેલા એન.આર.આઇ.એ  પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વાઘોડિયારોડ કોસમોસ બેન્કની પાછળ પ્રભાત સોસાયટીમાં રહેતા હિમાંશુ હર્ષવદન શાહ ગત ૧૨ મી નવેમ્બર ૨૦૧૯ માં મકાનને તાળું મારીને પરિવાર  સાથે અમેરિકા ગયા હતા.ત્યારથી મકાન બંધ હતું.મકાનની ચાવી તેમના મોટાભાઇ દિપક શાહ (રહે.કેન્દ્રનગર  સોસાયટી,વાઘોડિયારોડ) પાસે હતી.હિમાંશુ શાહ  વડોદરા આવવાના હોય,મોટાભાઇને મકાનની સાફ સફાઇ માટે કહ્યું હતું.દિપક શાહ મકાનની સાફ સફાઇ કરાવવા ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી.ચોર ટોળકી મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા મળીને કુલ  રૃપિયા ૧.૨૪ લાખની મત્તા લઇ  ગઇ હતી.જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં આજવારોડ શાંતિવન સ્કૂલની  પાછળ ચાલીમાં રહેતા વિશાલ સુબોધભાઇ શાહ મકરપુરાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે.તેમના ભાભીના બંધ મકાનનું તાળું તોડીને ચોર  ટોળકી સોનાના દાગીના અને  રોકડા મળીને કુલ રૃપિયા ૬૬ હજારની મત્તા ચોરી ગઇ હતી.જે અંગે  પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિશાલ શાહે ફરિયાદ નોંધાવી છે.

(5:55 pm IST)